AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ, તપાસ છીનવી અન્ય અધિકારીને સોંપી

સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ ખુલાસો થયો હતો કે, DySP મિલાપ પટેલે કોર્ટની મંજૂરી અથવા હુકમ વિના વ્યક્તિગત રીતે સોગંદનામું દાખલ કર્યું હતું. એટલું જ નહીં, સરકારી વકીલને જાણ કર્યા વગર આ કાર્યવાહી કરવામાં આવતા હાઇકોર્ટે કડક નારાજગી વ્યક્ત કરી હતી.

Breaking News : મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ, તપાસ છીનવી અન્ય અધિકારીને સોંપી
Ronak Varma
| Edited By: | Updated on: May 07, 2026 | 4:05 PM
Share

મહેસાણામાં જમીનની ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને તેને બારોબાર વેચી મારવાના કેસમાં ન્યાય મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલ અરજી અંગે, મહેસાણાના DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં, મિલાપ પટેલ પાસે રહેલી તપાસ પણ આંચકી લઈને અન્ય અધિકારીને ગુજરાત હાઈકોર્ટે સોપી દીધી છે. DySP મિલાપ પટેલની કામગીરીને કારણે શરમમાં મૂકાયેલ મહેસાણાના SP કક્ષાના અધિકારી અને સરકારી વકીલે ગુજરાત હાઈકોર્ટની માફી માગી હતી.

મહેસાણાના DySP મિલાપ પટેલને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર ટિપ્પણી કરી છે. હાઈકોર્ટના હુકમ વિના ખુદશાહીથી સોગંદનામું દાખલ કરવાના મામલે હાઇકોર્ટે DySPનો આકરા શબ્દોમાં ભારે ઉધડો લીધો હતો. આ સમગ્ર મામલે મહેસાણા પોલીસ વિભાગ અને સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરવી પડી હતી.

માહિતી અનુસાર મહેસાણાની એક જમીનની ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી તેને ગેરકાયદેસર રીતે વેચવાના મામલે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસની તપાસ દરમિયાન ઇન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે DySP મિલાપ પટેલ કાર્યરત હતા.

સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ ખુલાસો થયો હતો કે, DySP મિલાપ પટેલે કોર્ટની મંજૂરી અથવા હુકમ વિના વ્યક્તિગત રીતે સોગંદનામું દાખલ કર્યું હતું. એટલું જ નહીં, સરકારી વકીલને જાણ કર્યા વગર આ કાર્યવાહી કરવામાં આવતા હાઇકોર્ટે કડક નારાજગી વ્યક્ત કરી હતી.

હાઇકોર્ટે પ્રાથમિક તારણમાં કેસના ફરિયાદી અને તપાસ અધિકારી (IO) વચ્ચે મિલીભગત હોવાની પણ શક્યતા વ્યક્ત કરી હતી. કોર્ટના અવલોકન બાદ DySP મિલાપ પટેલ પાસેથી તાત્કાલિક ધોરણે તપાસ છીનવી લેવામાં આવી અને કેસની જવાબદારી તેમજ તપાસ અન્ય DySPને સોંપવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન DySPની કામગીરી અને પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા. મામલો ગંભીર બનતા SP કક્ષાના અધિકારીઓએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. સાથેસાથે સરકારી વકીલે પણ પોલીસ અધિકારીની ભૂલ બદલ હાઇકોર્ટ સમક્ષ ક્ષમાયાચના કરી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે કેસની સુનાવણી યોગ્ય મેરીટ અને કાનૂની આધાર પર હાથ ધરાશે. આ કેસને લઈને હાઈકોર્ટ વર્તુળ અને ગુજરાત પોલીસ બેડા ચર્ચા તેજ બની છે.

આકરા તાપમાં તપવા થઈ જાઓ તૈયાર, સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન વિખરાતા જ ચામડી દઝાડતી ગરમી અનુભવશો

Follow Us
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
g clip-path="url(#clip0_868_265)">