અમદાવાદમાં બેઠા- બેઠા અમેરિકન નાગરિકોને છેતરતા પાંચ શખ્સો ઝડપાયા
અમદાવાદના નરોડા સ્થિત ઈવાન-3 ફ્લેટમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી 5 આરોપીઓને ઝડપ્યા. ગૂગલ વૉઇસ એપ વડે અમેરિકન નાગરિકોને બોગસ લોન લેટર આપી છેતરપિંડી આચરાતી હતી.
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ઈવાન-3 સોસાયટીના એક ભાડાના ફ્લેટમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. નરોડા પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે તથા લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીઓ ગૂગલ વૉઇસ એપ્લિકેશન મારફતે અમેરિકન નાગરિકોનો સંપર્ક કરતા હતા અને લોન આપતી કંપનીના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપતા હતા. ત્યારબાદ તેઓ પીડિતોને લોન મંજૂર થઈ ગઈ હોવાના બોગસ પત્ર મોકલી છેતરપિંડી આચરતા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ ગોવા સહિત અન્ય રાજ્યોના કોલ સેન્ટરોમાં કામ કરી ચૂક્યા છે, જ્યાંથી તેમણે આ ઠગાઈની તાલીમ મેળવી હતી. નરોડા પોલીસે તમામ આરોપીઓ સામે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેન્સકાર્ટના શેરમાં ‘બ્લેક ફ્રાઈડે’ જેવો માહોલ ! 8 મેના રોજ લોક-ઈન પીરિયડ પૂરો થતા 60% શેર થશે અનલોક
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
