Breaking News : ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કરી અપીલ? વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો
ધારાસભ્ય કોંગ્રેસને મત આપવાની વાત કરતા જોવા મળતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં તેઓ “તમારું કામ થઈ જશે, પણ કોંગ્રેસને મત આપજો” એવું કહેતા સંભળાઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
મોરબી જિલ્લાના વાંકાનેર-કુવાડવા બેઠકના ભાજપ ધારાસભ્ય જીતુ સોમાણીનો એક વીડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય કોંગ્રેસને મત આપવાની વાત કરતા જોવા મળતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં તેઓ “તમારું કામ થઈ જશે, પણ કોંગ્રેસને મત આપજો” એવું કહેતા સંભળાઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
જીતુ સોમાણી કોંગ્રેસને મત આપવાનું કહેતો વીડિયો વાયરલ
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિરોધીઓએ ભાજપ પર નિશાન સાધ્યું છે. જો કે, આ વીડિયો ચૂંટણી પહેલાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો
વાયરલ વીડિયો મુદ્દે ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે દાવો કર્યો કે વીડિયો ઉતારનાર વ્યક્તિ કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો અને તેમને બદનામ કરવાની નીતિ હેઠળ ટીખળ કરવા આવ્યો હતો. જીતુ સોમાણીએ કહ્યું કે કોંગ્રેસી કાર્યકર્તા જાણબૂઝીને વાતચીતનો વીડિયો બનાવી તેને વાયરલ કરી રહ્યો છે.
વાયરલ વીડિયો બાદ ધારાસભ્યના નિવેદનથી ચર્ચા
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે તેમણે ક્યારેય વિધર્મી વિસ્તારમાં પાણી છોડાવ્યું નથી અને પોતાના વિસ્તારમાં સવા બે લાખ હિન્દુ મતદારો હોવા છતાં તેઓ વિધર્મીઓના મત માટે રાજકારણ કરતા નથી. તેમણે આ સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવી પોતાને બદનામ કરવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું છે. હાલ વાયરલ વીડિયો અને ધારાસભ્યના નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
Breaking News : ચૂંટણી પૂર્ણ, વિવાદ યથાવત, કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે ખોટી ડિગ્રીના આક્ષેપ કર્યા,જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો

