Tapi Rain : કાકરાપાર ડેમ સિઝનમાં બીજી વખત છલકાયો, ડેમની હાલની જળ સપાટી 161.10 ફૂટ થઈ, જૂઓ Video
તાપીમાં ભારે વરસાદ (Rain) અને ઉપવાસમાંથી વધુ પાણીની આવકને કારણે કાકરાપાર ડેમ સિઝનમાં બીજી વખત છલકાયો છે. કાકરાપાર ડેમની હાલની જળ સપાટી 161.10 ફૂટ થઈ છે. આમ ડેમ 1 ફૂટ ઉપરથી છલકાતા સુંદર દ્રશ્યો સર્જાયા છે.
Tapi : ગુજરાતમાં ચોમાસાનો (Monsoon 2023) સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. જેના કારણે જુદા જુદા જિલ્લામાં નદી નાળા છલકાયા છે. તાપીમાં ભારે વરસાદ (Rain) અને ઉપવાસમાંથી વધુ પાણીની આવકને કારણે કાકરાપાર ડેમ સિઝનમાં બીજી વખત છલકાયો છે. કાકરાપાર ડેમની હાલની જળ સપાટી 161.10 ફૂટ થઈ છે. આમ ડેમ 1 ફૂટ ઉપરથી છલકાતા સુંદર દ્રશ્યો સર્જાયા છે. કાકરાપાર ડેમ છલકાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. સુરત અને માંડવીના ખેડૂતોને મોટો ફાયદો મળશે. ખેડૂતોની સિંચાઇના પાણી માટે સમસ્યા હલ થશે.
Latest Videos