Ahmedabad Video: અમદાવાદમાં નશો કરી એસ જી હાઈવે પર સર્પાકાર કાર હંકારતો સુરતનો યુવક ઝડપાયો, સેટેલાઈટ પોલીસે કરી કાર્યવાહી
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ (Iskcon Bridge) પર સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ પણ નશામાં ધૂત વાહન ચાલકો કાર અકસ્માત સર્જી રહ્યા હોવાના બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે. જેને અટકાવવા માટે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) હવે કડકાઈ હાથ ધરી છે.
બેફામ વાહન હંકારવાને લઈ જાણે કે હજુ પણ યુવાનોમા કાયદાનો કોઈ જ ખોફ જોવા નથી મળી રહ્યો. અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ પણ નશામાં ધૂત વાહન ચાલકો કાર અકસ્માત સર્જી રહ્યા હોવાના બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે. જેને ડામવા માટે અમદાવાદ પોલીસે હવે કડકાઈ હાથ ધરી છે. આ દરમિયાન અમદાવાદ સરખેજ હાઈવે પર એક યુવક કારને નશાની હાલતમાં હંકારી રહ્યો હતો. તેણે નશો કરીને કારને સર્પાકાર ચલાવી રહ્યો હતો. જેને લઈ પોલીસે તેને ઈસ્કોન બ્રિજ થી કર્ણાવતી ક્લબ વચ્ચે રસ્તા પરથી ઝડપી પાડ્યો હતો.
સેટેલાઈટ પોલીસ સ્ટેશને યુવકને લાવીને તેની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. કારચાલક યુવક સુરતનો હોવાનુ ખૂલ્યુ છે. યુવક ભાવેશ ઠાકોર નામ ધરાવે છે અને તે નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હોઈ સેટેલાઈટ પોલીસ મથકે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Dharoi Dam: ધરોઈ ડેમમાં એક દિવસમાં 1800 કરોડ લીટર પાણીની આવક થઈ, જળસપાટી માત્ર 3 સેન્ટીમીટર રુલ લેવલથી દૂર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
