Kakrapar Dam: માંડવી વિસ્તારના ખેડૂતો માટે આનંદના સમાચાર, કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો
Kakrapar Dam overflowed: સુરત જિલ્લાના માંડવી નજીક આવેલ કાંકરાપારમાં સતત પાણીની આવક નોંધાઈ રહી હતી. જેને લઈ કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો હતો.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને વિસ્તારમાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. તાપી નદીમાં પણ સતત પાણીની આવક રહેવાને લઈ માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. માંડવી તાલુકામાં આવેલ કાકરાપર ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી હતી. તાપી નદીમાં આવકને લઈ કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો હતો.
કાકરાપાર ડેમ ઓવરફ્લો થવાને લઈ સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ડેમ ઓવરફ્લો થવાને લઈ સ્થાનિક ખેડૂતોને સિંચાઈ અને ભૂગર્ભ જળને લઈ મોટી રાહત સર્જાઈ છે. ચોમાસાની શરુઆતે જ આ પ્રકારે પાણીની આવક નોંધાતા ખેડૂતોને માટે મોટી રાહત સર્જાઈ છે. સુરત ઉપરાંત વલસાડમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. વલસાડના મધુબન ડેમમાં પણ પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે. સતત આવક દમણગંગા નદીમાં થઈ રહી છે.