Sabar Dairy GM 2023: પશુપાલકો માટે મહત્વના સમાચાર, સાબરડેરીએ ભાવફેર કર્યો જાહેર, કેટલો કર્યો ઘટાડો, જાણો
Sabarkantha:સાબરડેરીની 59મી વાર્ષિક સભા મળી હતી. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની દૂધ મંડળીઓના ચેરમેનની ઉપસ્થિતીમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. ભાવફેર માટે ચાર લાખ પશુપાલકો રાહ જોઈ રહ્યા હતા.
સાબરડેરીની 59મી વાર્ષિક સભા મળી હતી. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની દૂધ મંડળીઓના ચેરમેનની ઉપસ્થિતીમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. સભા દરમિયાન પશુપાલકો જેની રાહ જોઈ રહ્યા હતા. એ દૂધના વાર્ષિક ભાવ ફેર નફાની ટકાવારી જાહેર કરવામાં આવી હતી. દૂધ ઉત્પાદકોને ગત વર્ષ કરતા માત્ર અડધો ટકો ભાવફેર ઓછો ચૂકવવામાં આવશે. આમ સતત બીજા વર્ષે ભાવફેરની ટકા વારી 19 ટકાની નજીક રહી છે. ગત વર્ષે સાબરડેરીએ 19 ટકા ભાવફેર નફો વિતરણ કર્યો હતો. આ વર્ષે 18.5 ટકા ભાવફેર નફો વિતરણ કરવાની જાહેરાત કરી હતી.
ડેરીની સામાન્ય ચૂંટણી લડવાના પેટાકાયદામાં સુધારો બેઠકમાં કરવામાં આવ્યો હતો. સુધારો કરવાને લઈ કેટલીક દૂધ મંડળીઓએ નવા નિયમનો વિરોધ કર્યો હતો. નવા સુધારાને લઈ સાબરડેરીમાં ડિરેક્ટર બનવુ મુશ્કેલ થઈ શકે છે એવો ભય કેટલીક દૂધ ઉત્પાદક મંડળીઓના ચેરમેનોએ વિરોધ કર્યો હતો.
ગત વર્ષ કરતા ભાવફેરમાં ઘટાડો
સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરમાં ઘટાડા સાથે જાહેર કર્યો હતો. ગત વર્ષના પ્રમાણમાં અડધા ટકાનો ભાવફેર ઓછો જાહેર કરવામાં આવ્યો હતો. સાધારણ સભા જાહેર થવા અગાઉથી જ આ અંગેની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જે મુજબ જ સાબરેડેરીની સાધારણ સભામાં અડધો ટકો ઓછો ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ગત વર્ષની સરખામણીએ ટકાવારી નજીક રહેવાને લઈ પશુપાલકોને રાહત રહી હતી. આ ભાવ વધારો રાજયની અન્ય ડેરીઓના પ્રમાણમાં સારો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ કરતા વધુ પશુપાલકોને ભાવફેરની સીધી અસર થશે. બંને જિલ્લાના પશુપાલકો ભાવફેર જાહેર થવા અંગે સાધારણ સભાની રાહ જોઈ રહ્યા હતા. આમ હવે પશુપાલકોને ભાવફેરની ચૂકવણી શરુ કરવામાં આવશે.
ગતવર્ષ કરતા વધ્યુ ટર્નઓવર
સાબરડેરીનુ ટર્નઓવર ગતવર્ષે 6805.94 કરોડ કર્યુ હતુ. જ્યારે વર્તમાન વર્ષ દરમિયાન સાબરડેરીએ 8077 કરોડ વાર્ષિક ટર્ન ઓવર કર્યુ છે. આમ ટર્નઓવરમાં મોટો વધારો થયો છે. ગત વર્ષના પ્રમાણમાં ભાવફેરની રકમ જોવામાં આવેતો તેમાં વધારો થયો છે. સાબરડેરી ભાવફેર નફામાં 655.64 કરોડ રુપિયા ખેડૂતોને ચૂકવશે.જે રકમ ગતવર્ષના પ્રમાણમાં વધારે છે.