જુનાગઢ: દિવાળીના તહેવારોની રજા માણવા ઉપરકોટ, ગીરનારમાં ઉમટ્યા પ્રવાસીઓ, જુઓ વીડિયો
જુનાગઢ: દિવાળીના વેકેશન દરમિયાન ઉપરકોટ, ગિરનાર અને સક્કરબાગ ઝુ સહિતના સ્થળો પર ભીડ જામી છે. ઉપરકોટ કિલ્લાના રિનોવેશન બાદ અહીં પ્રવાસીઓની સંખ્યા વધી છે. ચાર વર્ષ બાદ ઉપરકોટનો કિલ્લો ખુલ્લો મુકાતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સંત, શુરા અને દાતારની ભૂમિ એવા જુનાગઢમાં હાલ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. રિનોવેશનને કારણે 4 વર્ષ બાદ ઉપરકોટ કિલ્લાને હવે ખુલ્લો મુકવામાં આવતા અહીં પ્રવાસીઓની ભીડ જામી છે. હાલ દિવાળીની રજાઓમાં લોકો ઉપરકોટ, ગીરનાર અને સક્કરબાગ ઝુ સહિતના પર્યટન સ્થળો પર ઉમટી રહ્યા છે. ઉપરકોટમાં હાલ પ્રવાસીઓ મન મુકીને મજા માણી રહ્યા છે. ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતભરમાંથી અહીં પ્રવાસીઓ આવી રહ્યા છે. રિનોવેશન બાદ ઉપરકોટની મુલાકાત લેનારા પ્રવાસીઓ તેમનો અનુભવ જણાવે છે કે ઉપરકોટમાં પહોંચ્યા બાદ એવુ લાગે છે કે કોઈ અન્ય રાજ્યમાં આવી ગયા હોઈએ.
આ પણ વાંચો: ભાવનગરનો મોતીબાગ ટાઉનહોલ જાળવણીના અભાવે ખંડેર બનવાની કગાર પર, કોર્પોરેશનની અણઆવડતનો વધુ એક નમૂનો- વીડિયો
5 દિવસમાં 10 હજારથી વધુ પ્રવાસીઓએ લીધી ઉપરકોટની મુલાકાત
છેલ્લા 5 દિવસની જો વાત કરવામાં આવે તો 10 હજારથી વધુ પ્રવાસીઓએ ઉપરકોટની મુલાકાત લીધી છે. તેમજ અડીકડી વાવ, રાણકદેવી મહેલ સહિતના સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે. ઉપરકોટમાં પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા 5 નવા ઈલેક્ટ્રીક વાહનો મુકાયા છે, ધસાર વધતા ઠેર-ઠેર પોઈન્ટ બનાવી સિક્યોરિટી ગાર્ડ પણ મુકાયા છે. રજાના દિવસોમાં ઉપરકોટમાં મુલાકાતીઓ મજા માણી રહ્યા છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





