Junagadh Rains : શહેરના પોશ વિસ્તારમાં વરસાદ પછીની તારાજી, જુઓ Videoમાં તબાહીના દ્રશ્યો
અનરાધાર વરસાદ ખાબક્યા બાદ જૂનાગઢના પોશ વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના રાયજીબાગ વિસ્તારમાં નુક્સાનીના દ્રશ્યો સામે આવ્યા.વરસાદી પાણી અચાનક આવતા બંગલાની અંદર કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યો છે.
Junagadh Rains : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યાં જૂનાગઢમાં પણ મેઘ તાંડવ જોવા મળ્યો છે. ગઈકાલે અનરાધાર વરસાદ ખાબક્યા બાદ જૂનાગઢના પોશ વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના રાયજીબાગ વિસ્તારમાં નુકશાનીના દૃશ્યો સામે આવ્યા. વરસાદી પાણી અચાનક આવતા બંગલાની અંદર કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યો છે. તો અનેક મોંઘીદાટ ગાડીઓને નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો : Junagadh: સતત પડી રહેલા વરસાદને લઈ પૂર જેવી સ્થિતિ, મકાનોમાં પાણી ઘુસતા લોકોને હાલાકી, જુઓ Video
જૂનાગઢ જિલ્લામાં ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું
તો બીજી તરફ ભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું હોવાનું સામે આવ્યુ છે. જાહેરનામામાં લોકોને 24 જુલાઇ રાત્રે 12 વાગ્યા સુધી બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ જૂનાગઢના પ્રવાસન સ્થળો પર પ્રવેશ નિષેધ કરાયો છે. તો બિનજરૂરી લોકો એકઠાના થાય તે માટે જુનાગઢ જિલ્લામાં કલમ 144 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.