Junagadh Rain : માંગરોળમાં 4 કલાકમાં વરસ્યો 9 ઇંચથી વધુ વરસાદ, રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા, જૂઓ મેઘ તાંડવના દૃશ્યો
માંગરોળમાં વહેલી સવારથી જ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદ બાદ ચારેય તરફ રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ ગામ નહીં કોઇ વહેતી નદી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
Junagadh : રાજ્યમાં ફરી એક વાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ધોધમાર (Rain) વરસાદ પડતા બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. રૂદલપુર ગામમાં તો વરસાદ બાદ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. માંગરોળમાં વહેલી સવારથી જ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદ બાદ ચારેય તરફ રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ ગામ નહીં કોઇ વહેતી નદી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઘૂંટણ સમા વરસાદના પાણી ભરાઇ જતા રસ્તા બંધ થઇ ગયા છે.
માંગરોળથી કેશોદ તરફ જવાનો રસ્તો અને સોમનાથ તરફ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. જો વધુ વરસાદ પડશે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જશે. જેથી જનજીવન વધુ મુશ્કેલ બનશે. માંગરોળમાં ભારે વરસાદ બાદ કેટલાંક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા છે.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
