જુનાગઢ: 23 નવેમ્બરથી લીલી પરિક્રમાનો થશે વિધિવત પ્રારંભ, ગરવા ગઢ ગિરનારને સ્વચ્છ રાખવા ભાવિકોને અપીલ- વીડિયો
જુનાગઢ: આગામી 23 નવેમ્બરને દેવ દિવાળીથી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પોલીસ વિભાગ અને વનવિભાગે લોકોને શાંતિ, સ્વચ્છા અને વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી છે. ઈટવા ગેટ પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે.
આ 23મી નવેમ્બરથી જૂનાગઢની પ્રસિદ્ધ લીલી પરિક્રમાની શરૂઆત થવા જઇ રહી છે. દેવ દિવાળીથી એટલે કે 23 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી ગરવા ગિરનારના ગાઢ જંગલમાં આ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ લીલી પરિક્રમા યોજાય છે. જેના આયોજનમાં વન વિભાગ, વહિવટી તંત્ર અને સાધુ-સંતો અને મહંતો જોડાય છે. આ વખતની લીલી પરિક્રમા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભાવનગર: તળાજામાં થયેલી 7.5 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ- વીડિયો
આગવી પરિક્રમ કરવા માટે ભાવિકો ગિરનાર પહોંચી રહ્યા છે.ઈટવા ગેટ પર પોલીસ, વન વિભાગનો સ્ટાફ તૈનાત કરાયો છે. પવિત્ર પરિક્રમામાં શાંતિ, સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવા રાખવા અપીલ કરવામાં આવી છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





