જુનાગઢમાં ગિરનાર પર ગોરખનાથની મૂર્તિ ખંડિત કરવા મામલે થયો સૌથી મોટો ખૂલાસો, મૂર્તિ તોડનારાના નામ ખૂલ્યા- Video
જુનાગઢમાં ગીરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિરની મૂર્તિને ખંડિત કરી જંગલમાં ફેંકી દેવાનું હીન કૃત્ય કરનારાઓના નામ હવે સામે આવી ચુક્યા છે ત્યારે આ નામો સામે આવતા જ અનેક લોકોના પગતળેથી જમીન સરકી ગઈ છે.
જુનાગઢમાં ગીરનાર પર્વત પર આવેલા બાબા ગોરખનાથના મંદિરમાંથી મૂર્તિને તોડીને જંગલમાં ફેંકી દેવામાં આવી હતી. 5 ઓક્ટોબરે ઘટેલી આ ઘટનાને લઈને દેશભરમાં આક્રોષનો માહોલ હતો અને તમામ સાધુ સંતો અને હિંદુ ધર્મના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસે પણ ઘટનાનું સંજ્ઞાન લઈને મૂર્તિ તોડવાની ઘટનાના ડિટેક્શનમાં લાગી ગઈ હતી. આજે જિલ્લા પોલીસ વડાએ આ મામલે ચોંકાવનારો ખૂલાસો કરતા મૂર્તિ તોડનારા આરોપીઓના નામ જાહેર કર્યા છે. જેમા પગારદાર પૂજારી અને દુકાનદાર રમેશનું નામ સામે આવ્યુ છે. 5 ઓક્ટોબરે મૂર્તિ ખંડિત થઈ હતી ત્યારે આ કૃત્ય શા માટે કરવામાં આવ્યુ તેની વિગતો પણ બહુ જલદી સામે આવશે.
પગારદાર પૂજારી અને દુકાનદાર રમેશનું નામ ખૂલ્યુ
હાલ તો પોલીસ દ્વારા જે બે નામોનો ખૂલાસો કરવામાં આવ્યો છે. તેમા પગારદાર પૂજારી રમેશ અને દુકાનદાર રમેશનુ નામ ખૂલ્યુ છે. આ નામો સાંભળી લોકોને તેમના કાન પર કે આંખો પર પણ વિશ્વાસ નથી આવી રહ્યો અને લોકોના પગતળેથી જમીન સરકી ગઈ છે. હવે આ બંને આરોપીઓએ આવુ કૃત્ય શા માટે કર્યુ અને કોના ઈશારે અથવા કોના કહેવાથી કર્યુ તેના પર સહુ કોઈની નજરો ટકેલી છે.
આરોપીઓએ લાઈમ લાઈટમાં આવવા માટે કૃત્ય કર્યુ હોવાનો ખૂલાસો
આરોપીઓએ ચર્ચામાં રહેવા અને લાઈમલાઈટમાં આવવા માટે આવુ કૃત્ય કર્યુ હોવાનું પોલીસને જણાવ્યુ છે. હાલ પોલીસે બંને આરોપીઓ પગારદાર પૂજારી કિશોર અને દુકારનદાર કિશોર ભટ્ટની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
શા માટે મૂર્તિને ખંડિત કરાઈ તે મોટો સવાલ
આપને જણાવી દઈએ કે પ્રાથમિક જે વિગતો મળી હતી એ મુજબ રાત્રિના સમયે આવેલા અજાણ્યા શખ્સોએ પૂજારીને અંદર પુરી દઈ શિખરનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ લોખંડના પાઈપથી મંદિરમાં તોડફોડ કરી હતી અને મૂર્તિને જંગલ વિસ્તારમાં ઝાડીઓમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર મામલે ગોરખનાથ મંદિરના મહંત સોમનાથ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ તરફ સાધુ સંતો દ્વારા તાબડતોબ આરોપીઓને પકડવાની માગ ઉઠી હતી અને આરોપીઓ ન પકડાય તો ભવનાથમમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ તરફ ગોરખનાથ મંદિરમાં 24 કલાકની અંદર જ નવી જિલ્લા કલેક્ટર, SP અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજા વિધિ કરી નવી મૂર્તનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. હાલ તો સહુ કોઈના મનમાં એક જ સવાલ છે કે આખરે હિંદુ ધર્મના દુશ્મનો કોણ છે અને આ બંને આરોપીઓએ આવુ કૃત્ય કોના કહેવાથી અથવા તો કોના દબાણમાં આવીને કર્યુ?