Junagadh: માંગરોળના શેઠી ગામમાં વીજ વાયરની ચોરી, વીજળીના અભાવે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ, જુઓ Video
દર ચોમાસામાં બંધ પડેલી એગ્રીકલ્ચર લાઈનમાં એલ્યુમિનિયમ વાયર અને ટ્રાન્સફોર્મરોની ચોરી નોંધાય છે. ત્યારે આ વર્ષે માંગરોળના શેઠીથી ગુટી જતી એગ્રીકલ્ચર લાઈનમાં વીજવાયરોની ચોરી થઇ છે. અંદાજે 4 લાખ 50 હજારના વીજવાયરોની ચોરી થઇ છે, જેને કારણે ખેડૂતોને વીજળી મળી રહી નથી. આ વિસ્તારમાં 300 વીંઘા જમીનમાં ડ્રીપ આધારિત ખેતી થતી હોવાથી વીજળીની જરૂરિયાત ઉભી થાય છે.
જૂનાગઢના (Junagadh) માંગરોળ તાલુકાના શેઠીથી ગુટી ગામના ખેડૂતોને (Farmers) પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ વરસાદની હાથતાળી અને બીજી તરફ વીજળીના અભાવે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ગામના વીજથાંભલા પરથી વાયરની ચોરી થતાં વીજળી વિના પાકને પાણી આપવું મુશ્કેલી બન્યું છે. ચોમાસામાં બંધ એગ્રીકલ્ચર લાઈન ટ્રાન્સફોર્મર ચોરો માટે મોકળું મેદાન સાબિત થાય છે.
આ પણ વાંચો : Gujarat Lion : ગીર સિવાયના વિસ્તારોમાં પણ રહેઠાણ બનાવવા તરફ સિંહો વધ્યા આગળ, જુઓ Video
દર ચોમાસામાં બંધ પડેલી એગ્રીકલ્ચર લાઈનમાં એલ્યુમિનિયમ વાયર અને ટ્રાન્સફોર્મરોની ચોરી નોંધાય છે. ત્યારે આ વર્ષે માંગરોળના શેઠીથી ગુટી જતી એગ્રીકલ્ચર લાઈનમાં વીજવાયરોની ચોરી થઇ છે. અંદાજે 4 લાખ 50 હજારના વીજવાયરોની ચોરી થઇ છે, જેને કારણે ખેડૂતોને વીજળી મળી રહી નથી. આ વિસ્તારમાં 300 વીંઘા જમીનમાં ડ્રીપ આધારિત ખેતી થતી હોવાથી વીજળીની જરૂરિયાત ઉભી થાય છે. જો કે ખેડૂતો માટે આ સમય દરમિયાન બંધ થયેલી વીજ લાઈનને કારણે પાક સૂકવવાની નોબત આવી છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





