Junagadh: જૂનાગઢમાં ખેડૂતોને અપૂરતા વીજ પુરવઠાને લઈ કચેરીમાં પહોંચી અધિકારીની ચેમ્બરમાં રામધૂન કરી, જુઓ Video
જૂનાગઢના કેશોદ વિસ્તારમાં પણ ખેડૂતોને અપૂરતા વીજ પુરવઠાને લઈ સમસ્યા સર્જાઈ છે. જેને લઈ તંગ આવેલા ખેડૂતોએ આખરે કાર્યપાલક ઈજનેરની કચેરીમાં જ પહોંચી જઈ વિરોધ નોંધાવતા રામધૂન કરી હતી.
હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચોમાસુ પાકના સારા વાવેતર બાદ હવે સિંચાઈને લઈ સમસ્યાઓ સર્જાઈ રહી છે. હાલમાં વીજળીની તાતી જરુર છે, ત્યારે કેટલાક વિસ્તારમાં વીજળીનો પુરવઠો અપૂરતો મળવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આવી સમસ્યા જોવા મળી રહી છે. જૂનાગઢના કેશોદ વિસ્તારમાં પણ ખેડૂતોને અપૂરતા વીજ પુરવઠાને લઈ સમસ્યા સર્જાઈ છે. જેને લઈ તંગ આવેલા ખેડૂતોએ આખરે કાર્યપાલક ઈજનેરની કચેરીમાં જ પહોંચી જઈ વિરોધ નોંધાવતા રામધૂન કરી હતી.
વિરોધને પગલે સ્થાનિક પોલીસ પણ વીજ કચેરી ખાતે પહોંચી હતી. કેશોદ સહિતના છ ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને સૂર્યોદય યોજનાને ઝડપથી શરુ કરવામાં આવે અને ખેડૂતોને પડતી વીજળીના અપૂરતા સપ્લાયની સમસ્યા દૂર કરવા માટે માંગ કરી હતી.
