અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરની ટીમ પર હુમલા કેસમાં ત્રણની ધરપકડ
અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરની ટીમ પર હુમલા કેસમાં 200 લોકોના ટોળા સામે રાયોટિંગ, ષડયંત્ર રચવું તથા ગેરકાયદે મંડળી બનાવી કામમાં રૂકાવટ ઉભી કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદના(Ahmedabad)દરિયાપુરમાં(Dariyapur)વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટ પાવરના(Torrent Power) કર્મચારીઓ પર હુમલાના(Attack)કેસમાં પોલીસે(Police) 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 200 લોકોના ટોળા સામે રાયોટિંગ, ષડયંત્ર રચવું તથા ગેરકાયદે મંડળી બનાવી કામમાં રૂકાવટ ઉભી કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
હાલ પોલીસે 17 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે.મહત્વપૂર્ણ છે કે ગઈકાલે વીજ ચોરીનું ચેકિંગ કરવા ગયેલી ટોરેન્ટની ટીમ પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો.જેમાં 14 જેટલા ટોરેન્ટ પાવરના કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.આ મામલે હવે પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ થયેલા ટોરેન્ટ પાવરના કર્મીઓ અને પોલીસ પર થયેલા પથ્થર મારાના કેસમાં દરિયાપુર પોલીસે ટોળા વિરૂધ્ધ સરકાર તરફથી એક ફરિયાદ અને બીજી ટોરેન્ટ પાવરના અધિકારીની ફરિયાદ લીધી છે. વીજ ચોરીના મેગા સર્ચ ઓપરેશનેમા પથ્થરમારાના કારણે તંગદીલીનો માહોલ સર્જાયો હતો.
ગેરકાયદે વીજ જોડાણ કાપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ટીમ દરિયાપુરના તંબુચોકી પાસે ગઇ હતી જ્યા એકાએક નગીના પોળમાં પથ્થરમારો કરી દેતા મામલો બીચક્યો હતો.
આ પથ્થરમારામાં 14 જેટલા ટોરેન્ટ પાવર કર્મી સહિત પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પોલીસ હરકતમાં આવી 50 મહિલાઓ સહિત કુલ 150 લોકો સામે ગુનો નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે.
દરિયાપુર પોલીસે 3 વ્યકતિની અટકાયત કરી છે. આ ઉપરાંત વીજ ચોરીને લઈને પણ ગુનો નોંધવામા આવ્યો છે. આ હુમલાના ષડયંત્રમા સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડની પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : કોરોનાના નવા વેરીયન્ટ સામે આવ્યા બાદ પુરા વિશ્વમાં ખળભળાટ, કાચા તેલમાં 10 ટકાથી વધુનો ઘટાડો
આ પણ વાંચો : AHMEDABAD : વૃદ્ધોની હત્યાના વધતા બનાવો બાદ પોલીસ સક્રીય, શી ટીમે વૃદ્ધોના ઘરે જઈને ખબર અંતર પુછ્યા