હવે વાંકનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ગોપાલ ઈટાલિયાને ફેંક્યો પડકાર, કરી આ મોટી જાહેરાત- Video
ગોપાલ ઈટાલિયા અમે કાંતિ અમૃતિયા વચ્ચેની રાજકીય લડાઈમાં હવે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી પણ કૂદી પડ્યા છે અને ગોપાલ ઈટાલિયાને આ પડકાર ફેંક્યો છે. વાંચો જીતુ સોમાણીએ કઈ મોટી જાહેરાત કરી
વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ગોપાલ ઇટાલિયાને એક મોટો પડકાર ફેંક્યો છે. તેમણે જાહેરાત કરી છે કે જો ઇટાલિયા મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતશે તો તેઓ પોતાની વાંકાનેર બેઠક પરથી રાજીનામું આપશે. આ પડકાર કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે આવ્યો છે. સોમાણીના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સોમાણીએ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવાની હિંમત કરવા પણ પડકાર્યા છે.
ઉલ્લેખનીય છે કે જ્યારથી ગોપાલ ઈટાલિયા વિસાવદરથી ચૂંટણી જીત્યા છે ભાજપના નેતાઓ તેમના પર નિશાન તાકવાનું ચૂકતા નથી. પહેલા કાંતિ અમૃતિયાએ ઈટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો, જેનો સહર્ષ ઈટાલિયાએ સ્વીકાર કર્યો અને અમૃતિયાને રાજીનામું આપવાનો વળતો પડકાર ફેંક્યો. જે બાદ હવે અમૃતિયાના સમર્થનમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી આવ્યા અને તેમણે મોટી જાહેરાત કરી કે જો ગોપાલ ઈટાલિયા મોરબીથી જીતશે તો હું વાંકાનેર બેઠક પરથી રાજીનામુ આપી દઈશ. સોમાણીએ કહ્યુ મોરેમોરો કરવા હિંમતની જરૂર પડે.