Gujarati video : 2013ના હત્યા કેસમાં કુખ્યાત નિખિલ દોંગા નિર્દોષ જાહેર, જેતપુરની એડિશનલ સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
Rajkot News : વર્ષ 2013માં જેતપુરના પીઠડિયા ટોલનાકા પાસે વનરાજ ધાંધલ નામના શખ્સની હત્યા કરી દેવાઈ હતી. તે સમયે આ કેસ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનામાં નિખિલ દોંગા સહિત ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
રાજકોટના જેતપુરમાં વર્ષ 2013ના હત્યા કેસમાં કુખ્યાત નિખિલ દોંગા નિર્દોષ જાહેર કરાયો છે. જેતપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપતાં નિખિલ દોંગાને નિર્દોષ જાહેર કર્યો છે.હત્યા જેવા ગુનામાં નિર્દોષ જાહેર થતા બીજા અનેક ગુનામાં જેલવાસ ભોગવી રહેલા નિખિલ દોંગાને મોટી રાહત મળી છે.
આ પણ વાંચો-Gujarati Video : ગીરસોમનાથ જિલ્લાના 152 માછીમાર માદરે વતન પરત ફર્યા, પરિવારજનોમાં હર્ષઉલ્લાસનો માહોલ
વર્ષ 2013માં જેતપુરના પીઠડિયા ટોલનાકા પાસે વનરાજ ધાંધલ નામના શખ્સની હત્યા કરી દેવાઈ હતી. તે સમયે આ કેસ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનામાં નિખિલ દોંગા સહિત ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં નિખિલ સિવાયના તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. મહત્વનું છે કે
‘યુદ્ધ એ જ કલ્યાણ’ ગૃપનો સંયોજક છે નિખિલ દોંગા
આપને જણાવી દઈએ કે નિખીલ દોંગા ‘યુદ્ધ એજ કલ્યાણ’ નામના ગૃપના સંયોજક છે. નિખીલ દોંગાની સંસ્થાએ પાટીદાર સંમેલન યોજ્યુ હતુ. ધારાસભ્ય વિરુદ્ધ આ પાટીદાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નિખીલ દોંગાએ ધારાસભ્ય સામે પડકાર પણ ફેંક્યો હતો. સરદાર પટેલ જયંતિએ જેલ બહાર આવવાની જાહેરાત કરી હતી. હાલ 31 ઓક્ટોબર પહેલા નિખીલ દોંગાની તરફેણમાં મહત્વનો ચુકાદો આવ્યો છે.
આપને જણાવી દઈએ કે નિખીલ દોંગા ગેંગ સામે મિલકતો પચાવી પાડવી, હત્યાની કોશિષ સહિતના 117 જેટલા ગુનામાં સંડાવાયેલો છે. નિખીલ દોંગા સામે વર્ષ 2003થી અત્યાર સુધીમાં 14 કરતા વધુ ગુના નોંધાયેલા છે. રાજકોટ જિલ્લામાં અનેક ગુન્હા આચરનાર નિખીલ દોગાને પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ઝડપીને ગોંડલ કારાગૃહમાં ધકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ રૂપિયા વેરવામાં પાછી પાની નહી કરનારા નિખીલ દોગાએ ગોંડલ જેલના તંત્રને ખરીદી લીધુ હોય તેમ જેલમાં સજા કાપવાને બદલે એશોઆરામ કરતો હતો.
રાજકોટ સહિત ગુજરાત શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
