AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ગીરસોમનાથ જિલ્લાના 152 માછીમાર માદરે વતન પરત ફર્યા, પરિવારજનોમાં હર્ષઉલ્લાસનો માહોલ

Gujarati Video : ગીરસોમનાથ જિલ્લાના 152 માછીમાર માદરે વતન પરત ફર્યા, પરિવારજનોમાં હર્ષઉલ્લાસનો માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 8:13 AM
Share

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ગીરસોમનાથ જિલ્લાના 152 માછીમારો ( Gujarat Fishermen )  માદરે વતન પરત ફર્યા છે. પહેલા વડોદરા અને ત્યારબાદ બસ મારફતે વડોદરાથી વેરાવળ વતનમાં પરત ફરેલા માછીમારો પરિવારજનોને ભેટી પડ્યા હતા.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ગીરસોમનાથ જિલ્લાના 152 માછીમારો ( Gujarat Fishermen )  માદરે વતન પરત ફર્યા છે. પહેલા વડોદરા અને ત્યારબાદ બસ મારફતે વડોદરાથી વેરાવળ વતનમાં પરત ફરેલા માછીમારો પરિવારજનોને ભેટી પડ્યા હતા. આ સમયે હરખના આંસુ સાથે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માછીમારોનું સ્વાગત કરવા માટે પ્રધાન પરસોત્તમ સોલંકી વેરાવળ પહોંચ્યા હતા. તેમણે તમામ માછીમારોને આવકાર્યા હતા. આ માછીમારોએ કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કર્યો હતો.

આ પણ વાંચો : Girsomnath: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વેરાવળ ST વર્કશોપ અને કોડીનાર ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત, 600 નવી બસો ફાળવાઇ

પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે છેલ્લા ઘણા સમયથી સતત થઈ રહેલા રાજદ્વારી પ્રયાસોને આખરે સફળતા મળી અને પાકિસ્તાનના સત્તાધીશો દ્વારા 198 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માછીમારોમાં ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દીવના 4, મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2 માછીમારોનો સમાવેશ થાય છે.

ગુજરાતના 184 માછીમારોમાં સૌથી વધુ ગીરસોમનાથ જિલ્લાના 152, દેવભૂમિ દ્વારકાના 22, જામનગર, જૂનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના 1-1 અને પોરબંદરના 5 માછીમારોનો સમાવેશ થાય છે. હાલમાં છૂટેલા ગુજરાતના આ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. તેમના માટે ખાસ 2 ડબ્બાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

  ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">