Breaking News : રસ્તા પર નહીં બ્રિજ પર ભૂવો પડતા કાર નદીમાં ખાબકી, કાર ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો, જુઓ Video
ગુજરાતમાં ચોમાસાના આગમનથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે અમરેલી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અમરેલીના રાજુલામાં જોલાપરી નદીમાં કાર તણાતા એકનું મોત થયું છે.
ગુજરાતમાં ચોમાસાના આગમનથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે અમરેલી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અમરેલીના રાજુલામાં જોલાપરી નદીમાં કાર તણાતા એકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર ઉંટીયાથી રાજપરડા વચ્ચે બ્રિજ ભૂવો પડવાના કારણે કાર નદીમાં ખાબકી હતી. વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમતે કાર બહાર કાઢવામાં આવી છે. ત્યારે થોડી વાર પહેલા જ કાર ચાલકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. જેસીબીની મદદથી સ્વીફ્ટ કાર બહાર કઢાઈ છે.
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર
બીજી તરફ ભાવનગરના પાલીતાણામાં પણ ભારે વરસાદ ખાબકતા 12 ગામનો સંપર્ક તૂટ્યો છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્તા રંડોળા ગામની રજાવળ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે નદીમાં કાર તણાઈ છે. નદીમાં કાર તણાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. જો કે સમગ્ર ઘટનામાં કારની અંદર સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો