AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મા ની આરાધનાનો અનોખો રંગ, જામનગરમાં સળગતા અંગારા પર ખેલૈયાઓ ગરબે જુમ્યા- જુઓ Video

શક્તિ, ભક્તિ અને ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. તેમા પણ ગુજરાતની નવરાત્રિની વાત જ નિરાળી છે. ગુજરાતનો નવરાત્રિ ગરબા મહોત્સવ વિશ્વભરમાં જાણીતો બન્યો છે. ગુજરાતનું નામ પડે અને ગરબાને કોઈ યાદ ન કરે તેવુ ભાગ્યે જ બને. ત્યારે જામનગરના પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત અંગારા રાસ પણ દેશભરમાં પ્રચલિત બન્યો છે અને માતાની આવી ભક્તિ જોઈ સહુ કોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2025 | 5:52 PM
Share

સમગ્ર વિશ્વમાં ગુજરાત એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં માતાજીની આરાધના ગરબા રમીને કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના ગરબા સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યા છે અને સહુ કોઈને તેનુ આકર્ષણ રહે છે. ગરબાના પણ અનેક પ્રકારો હોય છે. જેમકે તલવાર રાસ, મશાલ રાસ, અંગારા રાસ. શહેર અને કોમ્યુનિટી પ્રમાણે લોકો અલગ અલગ ગરબા રમી નવરાત્રિ દરમિયાન માતાની ભક્તિ કરે છે. ત્યારે ગુજરાતના જામનગરમાં છેલ્લા 73 વર્ષથી એક અંગારા રાસની એક અનોખી પરંપરા ચાલી આવે છે. જેમા યુવકો અંગારા પર ચાલીને રાસ રમે છે. આ ગરબાની ખાસિયત એ છે કે વર્ષોથી આ પ્રકારે અંગારા પર ખુલ્લા પગે યુવાનો રાસ રમે છે પરંતુ આજ દિન સુધી એકપણ યુવકને પગમાં નાની-સરખી પણ ઈજા આવી હોય તેવુ ધ્યાનમાં નથી. જો કે આ અંગારા રાસની પ્રસ્તુતિ માટે નવરાત્રિ શરૂ થાય એ પહેલા જ પ્રેકટિસ શરૂ કરી દેવામાં આવે છે. સાથે જ આ ગરબા મંડળની વિશેષતા એ છે કે કલાકારો હાથમાં તલવાર લઈને ગરબા રમે છે. આ અનોખી પરંપરાને જોવા માટે ન માત્ર જામનગર જિલ્લાના પરંતુ દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે.

જામનગરમાં છેલ્લા અનેક દાયકાઓથી પટેલ ગરબી મંડળ દ્વારા રમાતો મશાલ રાસ, અંગારા રાસ અને તલવાર રાસ આકર્ષણ બની રહે છે. ચારે તરફ અગ્નિ અને સળગતા અંગારા વચ્ચે ખેલૈયાઓ મન મુકીને માની આરાધના કરતા જોવા મળે છે ત્યારે આ માની ભક્તિની શક્તિ પણ એવી છે કે તેમને કંઈ જ થતુ નથી. આદ્યશક્તિની આ પ્રકારની આરાધના જોનારા સહુ કોઈ મંત્રમુગ્ધ થયા વિના રહેતા નથી. ગુજરાતની ધરતીની આ જ તો વિશેષતા છે કે અહીં માની ભક્તિના પણ અનોખા રંગ જોવા મળે છે.

વિશ્વના એવા બે દેશો, જ્યાં એક સમયે ઘી-દૂધની નદીઓ વહેતી, ત્યાં આજે લોકો કચરામાંથી એઠુ ખાવા મજબુર- વાંચો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">