વિશ્વના એવા બે દેશો, જ્યાં એક સમયે ઘી-દૂધની નદીઓ વહેતી, ત્યાં આજે લોકો કચરામાંથી એઠુ ખાવા મજબુર- વાંચો
દક્ષિણ અમેરિકાના બે એવા દેશો વિશે આજે જણાવશું જેની ગણના ક્યારેક દુનિયાના અમીર દેશોમાં થતી હતી. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. દુર્દશા એવી છે કે આ દેશોમાં ગરીબોની વસ્તી ત્રણ ગણી વધી ગઈ છે. આ એવા દેશો છે જેમની અમીરી માટે ક્યારેક મિસાલ આપવામાં આવતી હતી, ત્યારે એવુ તો શું થયુ કે દેશ ગરીબીની ગર્તામાં ધકેલાયો અને નાદાર થઈ ગયો?-વાંચો

છેલ્લા બે એક વર્ષમાં વિશ્વના મોટાભાગના દેશોમાં ગરીબ લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. પરંતુ દક્ષિણ અમેરિકામાં તો ઉલટી ગંગા વહે છે. અહીંના મોટાભાગના દેશોમાં વર્ષ 2012 થી 2022 દરમિયાન ગરીબ લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે, જેમાં આર્જેન્ટિના અને વેનેઝુએલા જેવા દેશો પણ સામેલ છે. આ એવા દેશો છે જેની ગણતરી એક સમયે વિશ્વના સૌથી ધનિક દેશોમાં થતી હતી. આર્જેન્ટિના એક સમયે વિશ્વના ટોચના 10 સૌથી ધનિક દેશોમાં સામેલ હતુ, જ્યારે વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે. આર્જેન્ટિના અને વેનેઝુએલા ઉપરાંત, ચિલી અને બ્રાઝિલમાં પણ 2012 થી 2022 દરમિયાન ગરીબ લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો. વેનેઝુએલામાં, 2012 માં $5.5 પ્રતિ દિવસથી ઓછી આવક પર જીવતા લોકોની સંખ્યા 29% હતી, પરંતુ 2022 સુધીમાં, આ સંખ્યા 90% સુધી પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, આર્જેન્ટિનામાં આ સંખ્યા 4% થી વધીને 36%, બ્રાઝિલમાં 26% થી વધીને 36% અને ચિલીમાં 2% થી વધીને 5% થઈ ગઈ છે. ...
