JAMNAGAR : નવરાત્રિ ડ્રેસીસ અને મેચિંગ ઓર્નામેન્ટની માગમાં ઘટાડો, મોટા ગરબા આયોજકોમાં નિરાશા

નવરાત્રીમાં રમવાનો શોખ હોય તેવા યુવાનો આખુ વર્ષ આ પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે. અને રમવા માટે બીજાથી અલગ દેખાવવા વિવિધ રંગના અને ડીઝાઈનના ડ્રેસીસ તૈયાર કરાવે છે. કે ભાડે લે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 5:11 PM

નવરાત્રિના નવે દિવસ ખેલૈયાઓ દરરોજ અલગ-અલગ ડ્રેસીસ અને ડ્રેસને મેચીંગ એવા ઘરેણા ભાડે લેતા હોય છે, પરંતુ આ વખતે મોટા આયોજન અને કોમર્શિયલ ગરબાને મંજૂરી નથી મળી, જેના કારણે જામનગરમાં ડ્રેસીસ અને મેચીંગ ઓર્નામેન્ટ્સની માંગ ઘટી છે.પોતાની પસંદગીના રંગ, ડીઝાઈનના ડ્રેસીસ ભાડે મળી જાય, તે માટે તેઓ અગાઉથી બુકીંગ કરાવતા હોય છે. ખેલૈયાઓને રમવાના શોખની સાથે તેમાં જીતવાની પણ જીદ હોય છે.જેના માટે બજેટને જોયા વગર પોતાની પસંદગી મુજબના ડ્રેસ તેઓ ભાડે લેતા હોય છે.પરંતુ, આ વર્ષે પણ પરિસ્થિતિ અલગ હોવાથી બજારમાં રોનક નથી જોવા મળી રહી.

નવરાત્રીમાં રમવાનો શોખ હોય તેવા યુવાનો આખુ વર્ષ આ પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે. અને રમવા માટે બીજાથી અલગ દેખાવવા વિવિધ રંગના અને ડીઝાઈનના ડ્રેસીસ તૈયાર કરાવે છે. કે ભાડે લે છે. પોતાના પસંદગીના રંગ, ડીઝાઈનના ડ્રેસીસ મળે તે માટે અગાઉથી બુકીગ કરાવતા હોય છે. ખૈલાયાઓને રમવાના શોખની સાથે તેમાં જીતની પણ જીદ હોય છે. જે માટે બજેટને જોવા વગર પોતાની પસંદગી મુજબના ડ્રેસ ભાડે લેતા હોય છે.

નવરાત્રીના અઠવાડીયા પહેલાથી બુકીંગ કરાવે છે. ડ્રેસ વેચાતા લેવાથી તે મોંધા પડે તેમજ લાંબા સમય સુધી સાચવવા પડે. તેથી ખૈલેયાઓ ડ્રેસીસ ભાડે લેવાનુ પસંદ કરે છે. જેથી દરેક દિવસે અલગ-અલગ ડ્રેસ સાથે તેના મેચીંગના ઓર્નામેન્ટસ મળી જાય. ખૈલેયાઓ માત્ર બે થી ચાર દિવસ માટે ડ્રેસીગ લે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">