AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં 80 મકાનોમાં ભરાયા વરસાદી પાણી, લોકોએ રાત બહાર વિતાવવી પડી- Video

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વોર્ડ નંબર 1માં વરસાદી પાણી ભરાયા છે. સ્થિતિ એટલી હદે વિકટ બની છે કે લોકોના ઘરોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ગત રાત્રિથી જ પાણી ભરાયા હોવાથી લોકો આખી રાત જાગવા મજબુર બન્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2025 | 2:42 PM
Share

જામનગર શહેરમાં આવેલા બેડેશ્વર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગઈકાલ રાત્રિથી લોકોના ઘરોમાં ગોઠણસમા પાણીનો ભરાવો થયો છે જેના કારણે આખી રાત લોકોએ જાગીને પસાર કરવી પડી હતી. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેલવે ટ્રેકનું કામ ચાલુ હોવાથી પાણીના નિકાલ માટેની કોઈ જગ્યા બચી નથી. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. લોકો

બેડેશ્વરના વૈશાલીનગરના પાછળનો વિસ્તાર પાણી-પાણી થયો છે. આ વિસ્તારમાં આવેલા અંદાજિત 80 જેટલા ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકી વેઠવા મજબુર બન્યા છે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ જ રાહત બચાવ માટેની કે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી નથી. લોકોની તમામ ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યુ છે, ખાવા-પીવાની ચીજવસ્તુઓ પણ પલળી જતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.

ગીર સોમનાથના કોડિનારમાં 10 ઈંચ તો સૂત્રાપાડામાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, ઠેર-ઠેરથી સામે આવ્યા તારાજીના દૃશ્યો- Video

Follow Us
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
g clip-path="url(#clip0_868_265)">