AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: CWG 2026માં મીરાબાઈ ચાનુની ગોલ્ડન શરૂઆત, ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Breaking News: કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનુ એ ભારતનો અપાવ્યો પ્રથમ ગોલ્ડ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Breaking News: CWG 2026માં મીરાબાઈ ચાનુની ગોલ્ડન શરૂઆત, ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
| Updated on: Jul 26, 2026 | 9:51 PM
Share

Breaking News: કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનુ એ ભારતનો અપાવ્યો પ્રથમ ગોલ્ડ, PM મોદીએ પાઠવી શુભેચ્છા ભારતની સ્ટાર વેઈટલિફ્ટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ ફરી એકવાર પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે મહિલાઓની 48 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી સતત ત્રીજી વખત કોમનવેલ્થ ચેમ્પિયન બનવાનો ઐતિહાસિક કારનામુ કર્યુ છે.

આ જીત સાથે મીરાબાઈએ ગોલ્ડ મેડલની ગોલ્ડન હેટ્રિક પણ પૂર્ણ કરી છે. મીરાબાઈ ચાનુએ સમગ્ર સ્પર્ધા દરમિયાન આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના તમામ પ્રયાસોમાં પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખતા ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો. તેમની આ સિદ્ધિ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ભારતનું રાષ્ટ્રગીત ગુંજી ઊઠ્યું, જે દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ બની.

PM નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મીરાબાઈની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેને અભિનંદન પાઠવ્યા છે. PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યુ કે મીરાભાઈ ચાનુએ ફરી એક વખત તેના અદમ્ય કૌશલ્ય અને પ્રતિભાનો પરિચય આપતા 48 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.  કોમનવેલ્થ ગેમ્સમાં બેક ટુ બેક આ ત્રીજો ગોલ્ડ જીત્યો અને ચોથો મેડલ દેશને અપાવ્યો છે.

મહિલાઓની 48 કિલોગ્રામ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ પોતાના ત્રીજા પ્રયાસમાં 85 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉપાડીને નવો કોમનવેલ્થ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ પહેલાં તેમણે 82 કિલોગ્રામ વજન ઉપાડીને અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો અને ત્યારબાદ 85 કિલોગ્રામ લિફ્ટ કરીને પોતાનો જ રેકોર્ડ વધુ મજબૂત બનાવ્યો.

તેમના આ પ્રદર્શનથી સ્પષ્ટ થઈ ગયું કે તેઓ હાલમાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ વેઈટલિફ્ટરોમાંની એક છે. મીરાબાઈની ટેકનિક, આત્મવિશ્વાસ અને અનુભવ સ્પર્ધા દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

ગોલ્ડ જીત્યા બાદ મીરાબાઈ ચાનુની પ્રથમ પ્રતિક્રિયા

સતત ત્રીજો ગોલ્ડ જીત્યા બાદ મીરાબાઈ ચાનું ભાવુક જોવા મળ્યા, તેમણે તેના માતાનો આભાર વ્યક્ત કર્યો. મીડિયા સાથેની વાતચીતમાં મીરાબાઈએ જણાવ્યુ કે તેમને તેની માતાએ ઘણુ પ્રોત્સાહન આપ્યુ હતુ અને તેના કોચ વિજય સરનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યુ ગેમ્સ દરમિયાન અનેક ઈન્જરીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે ગેમ્સ હોય કે ચેમ્પ્યિનશીપમાં પરફોર્મેન્સને મેઈન્ટેન કેમ રાખવુ તે તમામ બાબતોમાં કોચે ઘણો સહયોગ કર્યો અને ડાયેટથી લઈને તમામ ચીજોનું ધ્યાન રાખ્યુ અને એ જ કારણ છે કે આજે તેઓ ભારત માટે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા છે.

કોમનવેલ્થમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતનાર અને ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવનાર મીરાબાઈ ચાનુના પરિવારમાં કોણ છે?- જાણો

Follow Us
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
g clip-path="url(#clip0_868_265)">