Jamnagar: ભાડાની કારના બિલનો છંછેડાયો વિવાદ, એક મહિનાનું ભાડું 75 હજાર રૂપિયા !, જુઓ Video

જામનગર ભાડાની કારના બિલનો વિવાદ છંછેડાયો છે. ભાડાની કારનું અધધ રકમનું બીલ મુકાયું મહત્વનુ છે કે એક મહિનાનું ભાડું 75 હજાર રૂપિયા જોકે મહિનાના 35 હજાર ચૂકવવાનો ઠરાવ છે. જેને લઈ ભાડાના બીલની ચૂકવણી મુદ્દે શાસનાધિકારી વિમાસણમાં મુકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 11:53 PM

જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાડાની કારના બીલનો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મુદ્દો કંઈક એવો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેનેને ભાડાની કાર આપવામાં આવી છે. શિક્ષણ સમિતિના ચેરમેનને જ્યારે પણ કોઈ સરકારી કામકાજ માટે બહાર જવાનું હોય છે ત્યારે આ સરકારી વાહનનો તેઓ ઉપયોગ કરે છે અને મહિનાના અંતે જે ભાડું થયું હોય તેનું બીલ મનપામાં રજૂ કરવાનું હોય છે.

જે બિલની રકમ 75 હજાર રૂપિયા જેટલી મુકતા વિવાદ છંછેડાયો છે. એક નિયમ મુજબ ભાડાની કાર માટે માસિક 33 હજાર રૂપિયા સુધીનું બીલ ચુકવવાનું હોય છે. 3000 કિમી વધુ કિમીના કિમી દીઠ 7.50 ચુકવવાનો ઠરાવ મનપામાં થયો છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને 75 હજારનુ કારનુ બીલ મુકવામાં આવતા શાસનાધિકારી પણ વિમાસણમાં મુકાયા છે કે આ બીલ પાસ કરવું કે નહીં.

આ પણ વાંચો : જામનગરના એક વેપારીએ 2 હજારની નોટ સ્વીકારવા અપનાવી અનોખી ઓફર

આ મુદે શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું કે ભાડાની કાર માટે ઓછામાં ઓછુ માસિક 33 હજાર ચુકવવાનો નિયમ છે. સાથે જ વધુ કિમી માટે પ્રતિ કિલોમીટર 7.50 રૂપિયા લેખે નાણા ચૂકવવાના હોય છે. ચેરમેનના જણાવ્યા અનુસાર ગાંધીનગર અને અન્ય પ્રવાસ થવાથી કિમી મુજબ બીલ મુકવામાં આવ્યુ છે. પરંતુ જો આ અંગે યોગ્ય તપાસ બાદ જ બીલની ચૂકવણી કરવામાં આવશે. કારના બીલ મુદે શાસકો અને અધિકારીઓ આમને-સામને થયા છે. ભાડાની કારનો મુદે વિવાદના મંડાણ થયા છે. શાસક દ્રારા કરાતા બેફામ ખર્ચ પર અધિકારીએ હાલ પૂરતું તો સ્પીડબ્રેકર મુક્યું છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">