સોના કરતાં પણ મોંઘું છે આ વૃક્ષનું લાકડું ! તેની ખેતી કરી 10 વર્ષમાં જ બની શકો છો કરોડપતિ
આ વૃક્ષની ખેતીમાં એટલી આવક થાય છે કે ખેડૂતો ખૂબ જ ઓછા સમયમાં કરોડપતિ બની શકે છે. પરંતુ આ માટે ખેડૂતોને 8થી 10 વર્ષ રાહ જોવી પડે છે. ઉલ્લેખનીય છે કે આ વૃક્ષ વિશ્વનું સૌથી મોંઘું વૃક્ષ છે. એટલું જ નહીં સરકાર દર વર્ષે તેના ભાવમાં વધારો પણ કરે છે.
ફળો અને શાકભાજીની ખેતીથી ખેડૂતો સારી આવક મેળવે છે. પરંતુ આ સિવાય એક બીજી ખેતી છે જેના દ્વારા ખેડૂતો ખૂબ જ ઓછા સમયમાં કરોડપતિ બની શકે છે. આ ચંદનની ખેતી છે. ચંદનની ખેતીમાં એટલી આવક થાય છે કે ખેડૂતો ખૂબ જ ઓછા સમયમાં કરોડપતિ બની શકે છે. પરંતુ આ માટે ખેડૂતોને 8થી 10 વર્ષ રાહ જોવી પડે છે. ઉલ્લેખનીય છે કે ચંદનનું વૃક્ષ વિશ્વનું સૌથી મોંઘું વૃક્ષ છે. એટલું જ નહીં સરકાર દર વર્ષે તેના ભાવમાં વધારો કરે છે.
તમને જણાવી દઈએ કે ચંદનના મુખ્ય બે પ્રકાર છે. એક છે સફેદ ચંદન અને બીજું છે લાલ ચંદન. આ બંને પ્રજાતિઓમાં લાલ ચંદન મોંઘુ છે. કારણ કે હિન્દુઓ તેને પવિત્ર માને છે અને પૂજામાં પણ તેનો ઉપયોગ કરે છે. તે સામાન્ય રીતે જંગલોમાં જ ઉગાડવામાં આવે છે. તેની ઉપયોગીતાને કારણે દેશભરમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ તેની ખૂબ માંગ છે. દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં લાલ ચંદન જોવા મળે છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં 2.25 લાખ હેક્ટરમાં ફેલાયેલ શેષાચલમ હિલ્સમાં લાલ ચંદનના વૃક્ષો જોવા મળે છે.
લાલ ચંદનની કિંમત
લાલ ચંદનની કિંમતની વાત કરીએ તો, એક વૃક્ષ તૈયાર થાય ત્યારે તે 8થી 10 લાખ રૂપિયામાં વેચાય છે. તમે એક એકરમાં 500થી 600 ચંદનના છોડ વાવી શકો છો. જો તમે અત્યારે એક એકરમાં ચંદનના છોડ વાવો છો તો, જ્યારે 10 વર્ષ પછી આ તૈયાર થશે ત્યારે તેની કિંમત 10થી 12 કરોડ હશે. લાલ ચંદનના 1 ટનની કિંમત 2 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની હોય છે. તેની 1 કિલોની કિંમત હજારોમાં છે.
ચંદન મોંઘું હોવા છતાં ખેતી કેમ ઓછી ?
ચંદનની કિંમત આટલી ઉંચી હોવા છતાં ખેડૂતો તેની બહુ ઓછી ખેતી કરે છે. કારણ કે સૌથી મોટું કારણ તેને તૈયાર થવામાં 8થી 10 વર્ષનો સમય લાગે છે. ખેડૂતોને તેનું વાવેતર કર્યા બાદ 10 વર્ષ સુધી તેની સંભાળ રાખવી પડે છે. આ ઉપરાંત ચંદન મોઘું હોવાથી કેટલાક લોકોની લાલચના કારણે લાલ ચંદનની દાણચોરીના કિસ્સાઓ સામે આવે છે. આજે પણ ઘણા લોકો વધુ પૈસાના લોભમાં તેની દાણચોરી કરે છે.
લાલ ચંદન આટલું મોંઘું કેમ ?
લાલ ચંદન ખૂબ મોંઘું વેચાય છે. આ વાત બધા જાણે છે પરંતુ તે મોઘું કેમ છે ? તેના વિશે વાત કરીએ તો, લાલ ચંદનના લાકડામાં ઘણા ઔષધીય ગુણો છે અને તેમાંથી ઘણી દવાઓ પણ બનાવવામાં આવે છે. જે લાલ ચંદનની ઉપયોગીતા વધારે છે. એટલું જ નહીં દેશ-વિદેશમાં તેની વધુ માંગને કારણે તેની કિંમત દિવસેને દિવસે વધતી જ જાય છે.
તેની અનેક વિશેષતાઓને કારણે વિદેશોમાં તેની માંગ છે. જેમ કે લાલ ચંદનનો ઉપયોગ દવા તેમજ અન્ય વસ્તુઓ જેમ કે ફર્નિચર, સૌંદર્ય પ્રસાધનો વગેરે માટે થાય છે. ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર અને UAE સહિત ઘણા દેશોમાં તેની ખૂબ માંગ છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેની સૌથી વધુ માંગ ચીનમાં છે.