Vadodara : મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો, જુઓ Video
વડોદરાના સાવલી પોઇચા ચોકડી પાસે કે જ્યાં મેળામાં બ્રેકડાન્સ રાઇડ ક્ષતિગ્રસ્ત થતાં નાસભાગ મચી હતી. રાઇડના નીચેના ભાગે લાગેલા લોખંડના પાટિયા ઉખડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સંચાલકો દ્વારા તાત્કાલિક મેળો બંધ કરવામાં આવ્યો હતો.
મેળામાં રાઇડ તૂટવાની ઘટનાઓ અથવા રાઇડ ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે.આવી જ એક ઘટના વડોદરામાં પણ બની છે. વડોદરાના સાવલી પોઇચા ચોકડી પાસે કે જ્યાં મેળામાં બ્રેકડાન્સ રાઇડ ક્ષતિગ્રસ્ત થતાં નાસભાગ મચી હતી.
રાઇડના નીચેના ભાગે લાગેલા લોખંડના પાટિયા ઉખડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સંચાલકો દ્વારા તાત્કાલિક મેળો બંધ કરવામાં આવ્યો હતો. તો થોડા દિવસ પહેલા આવી જ ઘટના સુરતના બારડોલીમાંથી સામે આવી હતી કે જ્યાં અચાનક બંધ થઇ ગયેલી રાઇડ ચાલુ થઇ જતા 2 મહિલા અને બાળક જમીન પર પટકાયા હતા. તો સમગ્ર મામલો પોલીસને ધ્ચાને આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.