રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યોની વરણી માટે કવાયત, 15 સભ્યોની વરણી માટે 45 નામોની યાદી પ્રદેશમાં મોકલાઇ

Rajkot News : થોડા દિવસ પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના તમામ સભ્યોને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર મળવા માટે બોલાવ્યા હતા અને ત્યાં તેની સાથે મુલાકાત કરી હતી.

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યોની વરણી માટે કવાયત, 15 સભ્યોની વરણી માટે 45 નામોની યાદી પ્રદેશમાં મોકલાઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 10:08 AM

રાજકોટ (Rajkot) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યોની વરણી માટે કવાયત હાથ ધરાઇ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 15 સભ્યોની વરણી માટે 45 નામોની યાદી પ્રદેશમાં મોકલવામાં આવી છે. નવા ચેરમેન અને સદસ્યોની વરણી પ્રદેશમાંથી મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે.

આ પણ વાંચો-Breaking News : મહેસાણામાં 6.16 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઈ, 154 મેટ્રિક ટન જીરાનો જથ્થો સગેવગે કરવાનો આરોપ

ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પ્રદેશ ભાજપ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આખી કમિટી પાસેથી રાજીનામુ લઈ લેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આજે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓને આપવામાં આવતી ગ્રાન્ટની તપાસ અર્થે ગાંધીનગરની ઓડિટ ટીમ રાજકોટ આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શિક્ષણ સમિતી હસ્કતની 92 જેટલી શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આપવામાં આવેલી ગ્રાન્ટની ફાળવણી અને તેના હિસાબોને લઈને ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે આ ઓડિટ આવતું હોય છે, પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સામે જે રીતે ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા હતા અને તે બાદ પ્રદેશ ભાજપ દ્વારા આખી કમિટી પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું હતું.

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાને મળે છે સીધી ગ્રાન્ટ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની શાળાને રોજબરોજના ખર્ચ કરવા માટે,શાળામાં મેઈન્ટેનન્સના કામ કરવા માટે કેટલીક નિશ્ચિત રકમની ગ્રાન્ટની ફાળવણી કરે છે. આ ગ્રાન્ટ શાળાના ખાતામાં સીધી પહોંચે છે જે વર્ષ દરમિયાન ખર્ચ થતો હોય છે. આ ખર્ચ અંગેેના હિસાબો માટે ગાંધીનગરથી ઓડિટ ટીમ પહોંચી છે. જે અંગે વિશેષ તપાસ હાથ ધરાઇ.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી વિખેરાઈ હતી

થોડા દિવસ પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના તમામ સભ્યોને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર મળવા માટે બોલાવ્યા હતા અને ત્યાં તેની સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ ભાજપને લેખિત ફરિયાદ મળી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં સ્કૂલ ડ્રેસની ખરીદીમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે જેને કારણે પ્રદેશ પ્રમુખ પાટીલે તમામ સભ્યોને બોલાવ્યા હતા. સી આર પાટીલ સાથેની મુલાકાતના બીજા જ દિવસે ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">