Surat : રાજસ્થાનમાં થયેલી જૈન સાધુની હત્યાના પડઘા સુરતમાં પડ્યા, સાધુ અને જૈન સમાજે રેલી કાઢી , જુઓ Video
રાજસ્થાનના પાલીમાં અકસ્માત કરી જૈન સાધુની હત્યા કરવાના ઘટનાના પગલે જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ચાર દિવસ પહેલા રાજસ્થાનમાં થયેલી હત્યાના સુરતમાં પણ પડઘા પડ્યા છે. સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી છે.
રાજસ્થાનના પાલીમાં અકસ્માત કરી જૈન સાધુની હત્યા કરવાના ઘટનાના પગલે જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ચાર દિવસ પહેલા રાજસ્થાનમાં થયેલી હત્યાના સુરતમાં પણ પડઘા પડ્યા છે. સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી છે. જૈન સમાજના લોકો અને સાધુઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા છે. ન્યાયની માગ સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પાલીમાં કાચા રોડ પર જઈને ટેમ્પોચાલકે સાધુને કચડી નાખ્યા હતા.
સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી
આ ઘટનાને પગલે,સુરતમાં જૈન સમાજના સભ્યો અને સાધુઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં તેઓએ ઘટનામાં સંડોવાયેલા ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમની માંગણી એ પણ છે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે સરકાર યોગ્ય પગલાં લે.
આ વિરોધ પ્રદર્શન સુરત પુરતું સીમિત ન રહ્યું. ગુજરાતના અન્ય અનેક શહેરોમાં પણ જૈન સમાજના લોકોએ આ ઘટના સામે રોષ વ્યક્ત કર્યો છે અને કલેક્ટરોને આવેદનપત્રો સુપરત કર્યા છે. જૈન સમાજના આગેવાનો દ્વારા કાચા રોડ ઉપર ફરતા સાધુઓના અકસ્માતોને રોકવા માટે સરકારને યોગ્ય પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર જૈન સમાજમાં શોક અને રોષનું વાતાવરણ સર્જ્યું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો