Rajkot IT Raid : 25 બેન્ક એકાઉન્ટ,17 લૉકર, 4 કરોડ રોકડા અને શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો વચ્ચે IT વિભાગની સતત ત્રીજા દિવસે કાર્યવાહી, જૂઓ Video
આજે પણ 28 જગ્યાએ તપાસ કાર્યવાહી યથાવત્ છે. આવકવેરાની ઈન્વેસ્ટગેશન વિંગ દ્વારા ગત મંગળવારથી શહેરના રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સ, જેપી જ્વેલર્સ અને એક્સપોર્ટ તેમજ વર્ધમાન બિલ્ડર્સ ગ્રૂપ પર તપાસ હાથ ધરી હતી.
Rajkot : રાજકોટમાં આવકવેરા વિભાગે (Income tax Department ) સપાટો બોલાવ્યો છે. આજે પણ 28 જગ્યાએ તપાસ કાર્યવાહી યથાવત્ છે. આવકવેરાની ઈન્વેસ્ટગેશન વિંગ દ્વારા ગત મંગળવારથી શહેરના રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સ, જેપી જ્વેલર્સ અને એક્સપોર્ટ તેમજ વર્ધમાન બિલ્ડર્સ ગ્રૂપ પર તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 25 બેન્ક એકાઉન્ટ, 17 લૉકર, રૂપિયા 4 કરોડ રોકડા અને કેટલાક શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો મળી આવ્યા છે. આવકવેરાના અધિકારીઓ દ્વારા શોરૂમમાં રહેલા સોનાના સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે.
સર્ચ ઓપરેશનનો પ્રાથમિક તપાસ રિપોર્ટ અમદાવાદ DGITને મોકલી અપાયો છે. શિલ્પા જ્વેલર્સના કોલકાતામાં આવેલા શોરૂમની તપાસનો રિપોર્ટ પણ હજુ રાજકોટ આવકવેરાને મળ્યો નથી. તે આવ્યા બાદ રાજકોનટી તપાસ કાર્યવાહી સાથે ક્લબ કરીને કુલ કરચોરીનો આંક બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
