Monsoon 2023 : રાજકોટમાં આજી ડેમ નજીક માંડા ડુંગર પાસેનો પુલ તૂટ્યો, 800થી વધુ લોકોને હાલાકી, જુઓ Video
રાજકોટમાં આજી ડેમ નજીક માંડા ડુંગર પાસે આવેલા વોકળાનો કાચો પુલ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. ભિચરી અને મહિકા ગ્રામ પંચાયતનો આ પુલ ધોવાતા રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે 800 જેટલા સ્થાનિકો વાહન લઈને સામેની તરફ જઈ શકતા નથી.
Rajkot : રાજકોટમાં આજી ડેમ નજીક માંડા ડુંગર પાસે આવેલા વોકળાનો કાચો પુલ (Bridge) તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. ભિચરી અને મહિકા ગ્રામ પંચાયતનો આ પુલ ધોવાતા રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે 800 જેટલા સ્થાનિકો વાહન લઈને સામેની તરફ જઈ શકતા નથી. સ્થાનિકો જોખમી રીતે એક પાળી પરથી રસ્તો પસાર કરીને જવા મજબૂર બન્યા છે.
ભારે વરસાદ બાદ પાણીના વહેણમાં કપચી અને ધૂળ તણાઈ જતા પુલ ધોવાયો હતો. જેના કારણે રસ્તો બંધ થતાં સ્થાનિકોને હાલાકી પડી રહી છે. છેલ્લા 4 વર્ષથી ગ્રામજનો બેઠા પુલની માંગણી કરી રહ્યા છે, તેમ છતાં જિલ્લા પંચાયતના તંત્ર દ્વારા સ્થાનિકોની સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ત્યારે તંત્રની બેદરકારીથી સ્થાનિકો પરેશાન છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos