Rain News : ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો, જુઓ Video
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ડીસા શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ડીસા શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ડીસાના ગુલબાણીનગર સોસાયટીમાં નાળું ઓવરફ્લો થયું છે. વરસાદ સાથે ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસ્યા છે. જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ ખાબક્તા ઘરોમાં કાદવ-કીચડ ફેલાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પાલિકાના ચીફ ઓફિસર ટીમ સાથે સોસાયટીમાં ઉતર્યા હતા.
ગટરો થઈ ઓવરફ્લો
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ધોધમાર વરસાદ પડે છે તેના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. વારંવાર કામગીરીના દાવા કરતા તંત્રની પોલ ખુલી જાય છે. સોસાયટીમાં પાણીનો નિકાલ નહીં થતા પાણી ભરાયા હોવાનું સામે આવ્યુ છે. જો કે ગટરોની સફાઈ નહીં કરાતા ઓવરફ્લો થઈ રહી છે. વરસાદ અને ગટરના પાણી ભળી ગયા જેના કારણે રોગચાળાની ભીતિ છે.
