પૈસા વધુ એટલે જમવાનું પણ સારૂ હોય તેવું જરૂરી નથી, અમદાવાદની નામાંકિત હોટલના ફૂડમાંથી મળી જીવાત, જુઓ વીડિયો

અમદાવાદની નામાંકિત હોટલના ફૂડમાંથી જીવાત મળી છે. કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં સેન્ડવિચમાંથી જીવાત નીકળી છે. સેન્ડવિચમાંથી જીવાત નીકળ્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો. ગ્રાહકે સેન્ડવિચમાંથી જીવાત નિકળતા હોબાળો મચાવ્યો હતો. હોટલ તરફથી યોગ્ય જવાબ ન મળ્યાંનો ગ્રાહકનો આરોપ છે. અગાઉ અમવાદમાં અનેક નામાંકિત હોટલમાં આવા બનાવ સામે આવ્યા છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Nov 17, 2023 | 10:59 PM

રેસ્ટોરન્ટ મોંઘી હોય અને પૈસા વધુ ચુકવીએ એટલે જમવાનું પણ સારૂ જ મળતું હોય ને, જો તમે પણ આવું માનતા હોય તો તમે કદાચ ખોટા પણ હોઈ શકો છો. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી સંખ્યાબંધ જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળવાના વીડિયો વાયરલ થયા છે.

આ પણ વાંચો : અમદાવાદ: વર્લ્ડ કપની ફાઈનલ પહેલા યોજાશે ઍૅર શો, ઍર ફોર્સની સૂર્ય કિરણ ટીમ દ્વારા કરાયુ ગ્રાન્ડ રિહર્સલ- વીડિયો

સેટેલાઈટના રામદેવનગર વિસ્તારમાં આવેલી જાણીતી કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં સેન્ડવિચમાંથી જીવાત નીકળી. એક ગ્રાહકે સેન્ડવિચમાંથી જીવાત નીકળ્યાનો વીડિયો વાયરલ કર્યો. આ મુદ્દે હોટલ મેનેજમેન્ટ તરફથી યોગ્ય જવાબ ન મળતા ગ્રાહકે હોટલમાં જ હોબાળો પણ મચાવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">