Chhota Udepur: નસવાડીની એક ફરસાણની દુકાનમાં ભજીયામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
નસવાડીની ભવાની ફરસાણ માર્ટમાં ભજીયામાંથી વંદો નીકળ્યાની ઘટના સામે આવી છે. ફરિયાદી યુવકનો આરોપ છે કે નાસ્તાના ઓર્ડર બાદ ભજીયામાં જીવડા જેવી વસ્તુ દેખાઇ હતી. ભજીયુ તોડીને જ્યારે જોયું તો તેમાં મરેલો વંદો હતો. નાસ્તામાં વંદો નીકળતા જ યુવકે હોટલમાં હોબાળો મચાવ્યો અને હોટલ માલિકને ફરિયાદ કરી.
Chhota Udepur : ગરમા ગરમ ભજીયુ મોઢામાં મુક્યા બાદ અજીબોગરીબ સ્વાદ આવે અને પછી તમને ખબર પડે કે ભજીયામાં વંદો (cockroach) હતો તો ? કંઇક આવી જ ઘટના છોટાઉદેપુરમાં પ્રકાશમાં આવી છે. નસવાડીની એક ફરસાણની દુકાનમાં ભજીયામાં વંદો નીકળ્યો હતો. ભજીયામાં વંદો નીકળતા યુવકે હોટેલમાં હોબાળો મચાવ્યો હતો.
નસવાડીની ભવાની ફરસાણ માર્ટમાં ભજીયામાંથી વંદો નીકળ્યાની ઘટના સામે આવી છે. ફરિયાદી યુવકનો આરોપ છે કે નાસ્તાના ઓર્ડર બાદ ભજીયામાં જીવડા જેવી વસ્તુ દેખાઇ હતી. ભજીયુ તોડીને જ્યારે જોયું તો તેમાં મરેલો વંદો હતો. નાસ્તામાં વંદો નીકળતા જ યુવકે હોટલમાં હોબાળો મચાવ્યો અને હોટલ માલિકને ફરિયાદ કરી. યુવકનો આરોપ છે કે હોટલ માલિકે કર્મચારીની ભૂલ ગણાવીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો.
Latest Videos
Latest News