Surat: રસોઈમાં વપરાતા મસાલા નકલી તો નથી ને? સુરતમાં જાણીતી કંપનીના નકલી પેકિંગ કરતી ફેક્ટરી LCBએ ઝડપી, જુઓ Video
સુરત LCB એ રસોડાનો નકલી મસાલા બનાવવાનુ કારખાનુ ઝડપી પાડ્યુ છે. સુરત ગ્રામ્ય પોલીસની ટીમે એક કંપનીએ જાણકારી આપી હતી. જેને આધારે પલસાણામાં દરોડો પાડતા જ ચોંકી ઉઠાય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. આરોપીઓ કારખાનુ ખોલીને નકલી મસાલા બનાવતા હોવાનુ ઝડપી પાડ્યુ હતુ. જાણીતી કંપનીના નામે નકલી પેકિંગ બનાવીને રસોઈમાં વપરાતા મસાલાનુ પેકિંગ કરીને વેચતા હોવાનુ સામે આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Sunsar Falls: સુનસર ધોધના નયનરમ્ય નજારાને માણવા સહેલાણીઓ ઉમટ્યા, વરસાદી માહોલમાં સુંદર દ્રશ્યો સર્જાયા, જુઓ Video
પલસાણામાં દરોડા દરમિયાન પોલીસે ત્રણ મશીન સહિત જથ્થા બંધ નકલી મસાલાને જપ્ત કર્યા છે. 9 લાખ રુપિયાની કિંમતનો મુદ્દામાલને ઝડપવા સાથે એક આરોપીને ઝડપી લઈને તપાસ શરુ કરી છે. નકલી મસાલા વડે લોકોના આરોગ્યના ચેડા કરવા રુપ નકલી મસાલાનો કારોબાર ચલાવાતો હોવાને લઈ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. નકલી મસાલા બનાવવાની સામે આવેલી વિગતો ચોંકાવનારી છે. ઘટનાને લઈ હવે મસાલાના નકલી પેકિંગ ક્યાં અને કેવી રીતે વેચવામાં આવતા હતા, તેમ જ નકલી મસાલા બનાવવા માટે કઈ કઈ ચિજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો એ અંગેની તપાસ શરુ કરાઈ છે.