દિવાળી પર્વ પર મોંઘવારીનો માર પડશે, સામાન્ય લોકોના ખિસ્સા થશે ખાલી

આ વખતે મોંઘવારીને કારણે ગૃહિણીઓ સૌથી વધુ ચિંતિત છે. ગૃહિણીને ચિંતા સતાવી રહી છે કે ઓછા પગારમાં આ વખતે તહેવાર કેવી રીતે મનાવીશું ? મોઘવારીના માહોલમાં આ વખતે તહેવારોની મઝા બગડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ વખતના તહેવારો ઉજવવા મધ્યમ વર્ગને ખુબ જ મોંઘા પડવાના છે. ખાદ્યતેલ હોય કે અનાજ અને કઠોળ. ગત વર્ષની સરખામણીએ ભાવ આસમાને છે. તેલના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25 ટકા ભાવમાં વધારો તો કઠોળ અનાજમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે. મધ્યમ વર્ગ માટે આ વખતી દિવાળી મોંઘી બને તેટલી મોંઘવારી જણાઈ રહી છે. ખાસ કરીને બજારમાં તેલના 2020ની સરખામણીમાં ઘણા જ વધારે જોવા મળી રહ્યાં છે. એટલું જ નહી, તહેવારો દરમ્યાન ભાવમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શકયતા નહીંવત છે. તેલના ભાવ પર નજર કરીએ તો,

દિવાળી કેટલી મોંઘી બનશે !
ભાવ                2020(વર્ષ)         2021(વર્ષ)
કપાસિયા તેલ  1700                   2500
સિંગ તેલ          2200                  2600
પામોલીન તેલ   1300                 2000

તેલમાં ભાવ અંકુશમાં આવે વેપારીઓ આશા રાખી રહ્યાં છે. બીજી તરફ ખાદ્યચીજોના ભાવ પણ ગત વર્ષ કરતા વધ્યા હોવાનું જણાઈ રહ્યું છે, જેમ કે,

ખાદ્ય ચીજ વસ્તુઓના વધ્યા ભાવ
ગોળ                42/kg                  45/kg
ખાંડ                 43/kg                  46/kg
ચા                     300/kg                 260/kg

આ જ રીતે કઠોળમાં પણ ભાવવધારો થયો હોવાનું વેપારીઓ સ્વીકારી રહ્યાં છે. કઠોળના ભાવ પર નજર કરીએ તો,

કઠોળના વધ્યા ભાવ
ચણા                   60/kg                  70/kg
તુવેર દાળ           90/kg                  115/kg
મગ મોગર           90/kg                  100/kg
મગ                     70/kg                   80/kg
સોયાબીન            60/kg                120/kg

આ વખતે મોંઘવારીને કારણે ગૃહિણીઓ સૌથી વધુ ચિંતિત છે. ગૃહિણીને ચિંતા સતાવી રહી છે કે ઓછા પગારમાં આ વખતે તહેવાર કેવી રીતે મનાવીશું ? મોઘવારીના માહોલમાં આ વખતે તહેવારોની મઝા બગડે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે બજારોમાં ભાવ નિયત્રણમાં આવે તે અત્યંત જરૂરી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati