Breaking News : દેશના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડ કેસમાં વધુ 8 આરોપીની ધરપકડ, જુઓ Video
ગાંધીનગર ખાતે દેશના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના કેસમાં સ્ટેટ સાયબર સેલે વધુ આઠ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓએ કમિશન મેળવવાના લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપ્યા હતા.
ગાંધીનગર ખાતે દેશના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના કેસમાં સ્ટેટ સાયબર સેલે વધુ આઠ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓએ કમિશન મેળવવાના લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપ્યા હતા. રાજકોટ, જામનગર અને અમરેલી શહેરોમાંથી આ ખાતાઓમાં રુ 50.07 લાખની રકમ ચેક દ્વારા વીડ્રો કરવામાં આવી હતી.
સ્ટેટ સાયબર સેલે વધુ 8 આરોપીઓની કરી ધરપકડ
જામનગરના યશપાલસિંહ ચૌહાણ, આમિર માણેક અને ઈસ્માઈલ ખુંભિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ રાજકોટના નાજ રાજસુમરા અને નિલેશ રાંક તથા અમરેલીના જયદેવ નિર્મલ, સાબીર સવંત અને રસીદ પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 19 કરોડના આ કૌભાંડમાં એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જેના કારણે કુલ મળીને ધરપકડનો આંક 9 પર પહોંચી ગયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
