Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરદાર સરોવર ડેમની જળ-સપાટીમાં વધારો, 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, ડેમમાં હાલ 45,129 ક્યુસેક પાણીની આવક

ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમમાં ઉપરવાસમાંખથી હાલ 45 હજાર 129 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2024 | 7:25 PM

ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. પાણીની આવક વધતા હવે વીજળીનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રિવપરબેડ પાવરહાઉસના 5 ટર્બાઈન શરૂ કરવામાં આવશે. ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 52 સે.મી.નો વધારો થયો છે. જે બાદ હવે સરદાર સરોવર ડેમની સપાટી 120.31 મીટરે પહોંચી છે.

ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાં ભારે વરસાદથી હાલ ડેમમાં 45 હજાર 129 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી કેનાલમાં 9,731 ક્યુસેક અને નર્મદા નદીમાં 609 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

આ તરફ નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઈંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નદીકાંઠા વિસ્તારના 6 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. ભદામ, તોરણા, ભચરવાળા, હજરપુરા, ધાવપોર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ચહલ-મહવિશ સાથે જોવા મળ્યા બાદ ધનશ્રીએ બધાને ચોંકાવી દીધા, ભર્યું આ પગલું
કયા કયા મુસ્લિમ દેશોમાં પણ ઉજવાય છે હોળીનો તહેવાર ? જાણો નામ
ટીમ ઈન્ડિયાને મળેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાણું છે?
દુબઈમાં રોહિત શર્માએ ઉઠાવી 2 ટ્રોફી, બુર્જ ખલીફા સામે બતાવી ભારતની તાકાત
હાર્દિક પંડયાની Ex. પત્ની બોલિવૂડ સુંદરીઓ સાથે હેંગઆઉટ કરતી જોવા મળી
Richest Woman : બિઝનેસ વર્લ્ડની ક્વીન! રોશની નાદર બની એશિયાની સૌથી અમીર મહિલા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">