Breaking News: વિધાનસભા ગૃહમાં OBC અનામત બિલ રજૂ કરાયુ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કર્યો પ્રસ્તાવ

Gandhinagar: વિધાનસભા ગૃહમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે OBC અનામત બિલ રજૂ કરવામાં આવ્યુ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત અંગે વિધાનસભા ગૃહમાં સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યુ છે. મહાનગરપાલિકા, પાલિકા, અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરતુ આ વિધેયકમાં સુધારો કરી OBC અનામત 10 ટકા માંથી 27 ટકા કરવાની સરકાર દ્વારા ભલામણ કરાઈ છે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 15, 2023 | 4:59 PM

Gandhinagar: વિધાનસભામાં રજૂ કરાયું OBC અનામત સુધારા બિલ. રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક તૈયાર કર્યું છે. આ વિધેયક કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ ગૃહમાં રજૂ કર્યું. બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરાયા છે. વિધેયકમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ-5ની પેટા કલમ 6માં સુધારવાની જોગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ છે. આ ઉપરાંત તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય તે અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે.

વિધાનસભામાં બિલ પહેલા OBC સમાજ દ્વારા અભિવાદન સમારોહ

રાજ્ય સરકારે ઝવેરી પંચની ભલામણો પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, અને પંચાયતોમાં OBC બેઠકો અને પદાધિકારીઓ માટે 10 ટકાના બદલે 27 ટકા OBC અનામતની જાહેરાત કરી છે. ત્યારે બંધારણમાં કાયદામાં સુધારો કરવાનો થતો હોવાથી હાલ ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલને ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યુ છે. વિધાનસભામાં આ બિલ પસાર કરાયુ એ પહેલા ગાંધીનગરમાં જ OBC જ્ઞાતિઓનું સંમેલન આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યુ હતુ. જેમા પાટીલે કોંગ્રેસ પર OBCના નામે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.

બિલ રજૂ કરતા પહેલા ગાંધીનગરમાં ભાજપનું સંમલન સ્વરૂપે શક્તિ પ્રદર્શન

ભાજપ દ્વારા આયોજિત OBC સંમેલનમાં OBC સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે OBC વોટબેંકને અંકે કરવા ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારી પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં OBC મતદારોને રિઝવવા માટેનો ભાજપનો પ્લાન છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ઝવેરી પંચના રિપોર્ટ બાદ સરકારે OBC સમાજને 27 ટકા અનાતમ આપવાની જાહેરાત કરી

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે OBC અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરી હતી. ઝવેરી પંચે રિપોર્ટ આપી દીધા બાદ સરકારે ભલામણો સ્વીકારીને તેની OBCને 27 ટકા અનામત આપવા સત્તાવાર જાહેરાત કરી હતી. સરકારે પંચાયત અને પાલિકામાં 27 ટકા અનામત સ્વીકારી છે. હવે તેને અમલી બનાવવા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ. કોર્પોરેશન અધિનિયમ નગરપાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરવાના થશે.

આ પણ વાંચો:  Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા OBC સમાજની વસ્તી મુજબ અનામતની કોંગ્રેસે કરી માગ, સરકારની જાહેરાતને અન્યાય સમાન ગણાવી

કોંગ્રેસ દ્વારા યુનિટ દીઠ OBC વસ્તી મુજબ અનામત આપવાની માગ

કોંગ્રેસ દ્વારા સરકારની જાહેરાતનો અગાઉ પણ વિરોધ કરાયો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ઝવેરી પંચની ભલામણોમાં સ્પષ્ટ કરાયુ છે કે યુનિટ દીઠ વસ્તી મુજબ અનાતમ આપવી જોઈએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકામાં OBC સમાજની વસતી મુજબ અનામત આપવી જોઈએ. જો કે સરકાર દ્વારા જે બિલ લવાયુ છે તેમા માત્ર 27 ટકા અનામત આપવાની જોગવાઈ છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">