પંચમહાલમાં FSIના ગોડાઉનના ડ્રાઈવરના ઘરેથી ગેરકાયદે અનાજના કટ્ટા મળ્યા, જુઓ વીડિયો
પંચમહાલમાં FSIના ગોડાઉનના ડ્રાઈવરના ઘરેથી ગેરકાયદે ચોખા અને ઘઉંના કટ્ટા મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર ત્રણ ડ્રાઈવરના ઘરેથી ગેરકાયદેસર ચોખા અને ઘઉંનો જથ્થો જપ્ત કર્યો છે.
પંચમહાલમાં FSIના ગોડાઉનના ડ્રાઈવરના ઘરેથી ગેરકાયદે ચોખા અને ઘઉંના કટ્ટા મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર ત્રણ ડ્રાઈવરના ઘરેથી ગેરકાયદેસર ચોખા અને ઘઉંનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ FSIના ગોડાઉનમાં ફરજ બજાવતા દલવાડા ગામના ડ્રાઇવરોના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ જથ્થો જપ્ત કરી તેને શહેરા સરકારી ગોડાઉનમાં મોકલાયો છે. તેમજ આ ત્રણેય ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ આ અગાઉ પંચમહાલ જિલ્લાના 7 સસ્તા અનાજના દુકાનદારોના પરવાના રદ કરાયા હતા. જિલ્લા પુરવઠા અધિકારીએ કરેલી આકસ્મિક તપાસમાં અનેક ગેરરીતિઓ સામે આવતા કાર્યવાહી કરાઈ હતી. ગોધરાના 2 દુકાનદારો, હાલોલના ગોપીપુરા અને નાથકુવાના દુકાનદારોના પરવાના રદ કરાયા હતા. તો શહેરાની પાદરડી, નાદરવા અને સુરેલી ગામની સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ્દ કરાયા હતા.