Junagadh : સોસાયટીના કોમન પ્લોટ પર કરવામાં આવેલું ધાર્મિક દબાણ દૂર કરાયું, જુઓ Video
જૂનાગઢમાં ફરી એક વખત ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સુદામાં પાર્ક સોસાયટીમાં ધાર્મિક દબાણનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતુ.
જૂનાગઢમાં ફરી એક વખત ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સુદામાં પાર્ક સોસાયટીમાં ધાર્મિક દબાણનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતુ. 190 ચોમી જગ્યામાં દરગાહ બનાવી દેવાઈ હતી. જે જમીનની કિંમત અંદાજે 40 લાખ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાતે દબાણ દૂર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં સોસાયટીના કોમન પ્લોટ પર બનાવવામાં આવેલી ધાર્મિક દબાણ તોડી પાડવામાં આવ્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર 40 લાખની કિંમતની જમીન દબાણ હટાવી ખુલ્લી કરાઈ છે.
દેહગામમાં દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
બીજી તરફ નવરાત્રીમાં ગાંધીનગરના બહિયલમાં થયેલી હિંસક જૂથ અથડામણ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા બહિયલમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોપીઓના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર 186 જેટલા ગેરકાયદે એકમોના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
