Surat : ગેરકાયદે મદરેસા પર ફરી શકે છે બુલડોઝર, મદરેસાને રાહત આપવા હાઈકોર્ટનો ઇનકાર

સુરતમાં (Surat) ગોપી તળાવના વિકાસ માટે સંપાદિત થયેલી જગ્યામાં ગેરકાયદેસર મદરેસા બનાવવામાં આવી હોવાની જાણ કોર્પોરેશને થતા, હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 9:00 AM

Surat News : હવે સુરતમાં (Surat) સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલા મદરેસા દૂર થઇ શકે છે. સરકારી જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદે મદરેસાને સુરત કોર્પોરેશન તોડી શકે છે, કારણ કે ગેરકાયદે બાંધવામાં આવેલા મદરેસાને રાહત આપવાનો હાઈકોર્ટે (Gujarat Highcourt) ઇનકાર કરી દીધો છે. સરકારી જગ્યા પર ઉભા કરાયેલા બાંધકામ હટાવવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને (Surat Municipal Corporation) આપેલી નોટિસમાં હસ્તક્ષેપ કરવા હાઈકોર્ટે ઇનકાર કર્યો છે.જેથી હવે હાઇકોર્ટના હુકમ બાદ મદરેસા સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરશે.

મહત્વનું છે કે સુરતમાં ગોપી તળાવના વિકાસ માટે સંપાદિત થયેલી જગ્યામાં ખોટી રીતે મદરેસા બનાવવામાં આવ્યાં હોવાની કોર્પોરેશને હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી.કોર્પોરેશન તરફથી રજૂઆત કરાવામાં આવી હતી કે અરજદારોએ મદરેસાના નામે ખોટી રીતે વકફ પ્રોપર્ટી (Property) દર્શાવી બાંધકામ કર્યું છે.

ગુજરાતમાં પણ બુલડોઝરનો ભય જોવા મળ્યો

મધ્યપ્રદેશ અને દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ બુલડોઝરનો(Bulldozer)  ભય જોવા મળી રહ્યો છે. સુરત પહેલા ગુજરાતના હિંમતનગર શહેરમાં નગરપાલિકાએ એક વિસ્તારમાં “અતિક્રમણ વિરોધી” કામગીરીના ભાગ રૂપે ઝૂંપડીઓ, કિઓસ્ક અને દુકાનની ઇમારતનો એક ભાગ તોડી પાડ્યો હતો. અહેવાલ છે કે આ મહિને અહીં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન સાંપ્રદાયિક અથડામણ થઈ હતી. આ અંગે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના(Himatnagar)  ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે, “આજની અતિક્રમણ વિરોધી ઝુંબેશમાં, અમે છાપરિયામાં ટીપી રોડ પર 3-4 કિઓસ્ક, 2-3 ઝૂંપડીઓ અને બે માળની દુકાનની ઇમારત દૂર કરી છે.” તેમણે કહ્યું, “15-મીટર રસ્તાના લગભગ ત્રણ મીટર જમીન માલિકો દ્વારા અતિક્રમણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">