AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત SOG પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહાર યુવકનુ બેગ ચેક કરતા જે મળ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

ગુજરાત પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થની તસ્કરી કરતા લોકો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. છતાં કોઈ ને કોઈ છુપી રીતે ગાંજાનો સપ્લાય કરવામાં આવે છે ત્યારે સુરત SOG દ્વારા ઓડીશાથી ટ્રેનમાં ગાંજાની ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે.

સુરત SOG પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહાર યુવકનુ બેગ ચેક કરતા જે મળ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી
ફોટો - આરોપી
Baldev Suthar
| Edited By: | Updated on: May 17, 2022 | 10:49 PM
Share

Surat: ગુજરાત પોલીસ (Gujarat Police) અને સુરત શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થની તસ્કરી કરતા લોકો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. છતાં કોઈ ને કોઈ છુપી રીતે ગાંજાનો સપ્લાય (Drugs supply) કરવામાં આવે છે ત્યારે સુરત SOG દ્વારા ઓડીશાથી ટ્રેનમાં ગાંજાની ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. મહત્વનું એ છે કે, આરોપીઓ પોલીસને શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા પણ પોલીસ સકંજામાં આવી જતા SOG પોલીસે ગાંજાનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ (No drugs in Surat City) અભિયાન શરુ કરવામાં આવ્યું અને નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમો સામે સતત કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરી ને સુરત SOG દ્વારા એક પછી એક કેસ કરવામાં આવે છે. સાથે નેટવર્ક તોડવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે ત્યારે સુરતમાં ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે ઓડીશાથી ટ્રેન મારફતે કેટલાક ઈસમો ગાંજાનો જથ્થો લઈને સુરત આવ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સુરત સ્ટેશન બહાર આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપી સુશાંત ઉર્ફે બાદલ સુરેન્દ્ર મુડુંલી, નારાયણ ધ્વીતીકૃષ્ના શાહુ તથા રાહુલ કુમાર રમેશ ચંદ્ર શાહુને ઝડપી પાડ્યા હતા. જે જાણે કોઈ મુસાફરો જોય તે રીતે ગાજો લઈને આવ્યા હતા.

રેલવે સ્ટેશનની બહારથી મુસાફરોની સ્વાગમાં આરોપીઓને ઝડપી પાડ્યા અને બાદમાં પોલીસે તેઓની પાસે રહેલી ટ્રોલી બેગ ચેક કરતા તેમાંથી 3 લાખની કિંમતનો 30 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીએ પણ થોડીવાર માટે ચોકી ગયા હતા જેથી પોલીસે ત્રણેય આરોપીની ધરપડક કરી 3 મોબાઈલ, ગાંજાનો જથ્થો મળી કુલ 3.32 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો ઓડીશાથી એક ઇસમે આપ્યો હતો અને તે સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યા હતા. પોલીસને શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો. વધુમાં ગાંજાનો જથ્થો આપનાર ઇસમે પૈસા આપવાની લાલચ આપી ટ્રેનમાં આવવા જવાની સુવિધા પણ કરી આપી હતી.આ એક નવી મોડેન્ટ્સ ઓપરેન્ટિ લાવીને નશીલા પદાર્થ લાવામાં આવી રહ્યા છે બાદમાં ત્રણેય આરોપીઓને સુરતમાં ગાંજાની ડીલવરી માટે 5 હજાર રૂપિયા મળવાના હતા. આ ઘટનામાં પોલીસે ગાંજાનો જથ્થો મોકલનાર અને મગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઝડપાયેલા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Us
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
g clip-path="url(#clip0_868_265)">