Ahmedabad : ચંડોળા તળાવ બાદ બાપુનગરમાં દૂર કરાયા દબાણો, 450થી વધારે મકાન જમીનદોસ્ત કરાયા, જુઓ Video
ચંડોળા તળાવ બાદ હવે અમદાવાદ મનપાએ બાપુનગરમાં દબાણ દૂર કરવાનીની ઝૂંબેશ હાથ ધરી છે. બાપુનગર વિસ્તારના અકબરનગર છાપરા, લાલ બહાદુર શાસ્ત્રી તળાવ અને રખિયાલમાં પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયા છે.
ચંડોળા તળાવ બાદ હવે અમદાવાદ મનપાએ બાપુનગરમાં દબાણ દૂર કરવાનીની ઝૂંબેશ હાથ ધરી છે. બાપુનગર વિસ્તારના અકબરનગર છાપરા, લાલ બહાદુર શાસ્ત્રી તળાવ અને રખિયાલમાં પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયા છે. કુલ 450 જેટલા ગેરકાયદે મકાન જમીનદોસ્ત કરાયા છે. અગાઉ AMCએ તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી.
વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા, તેમ છતાં 76 લોકોએ હજુ પણ દબાણની જગ્યા ખાલી કરી હતી નહીં. આખરે મનપાએ આવા દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે. ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 એસીપી, 9 પીઆઇ, 27 પીએસઆઈ, 400 પોલીસકર્મી ઉપરાંત SRPના જવાનો સુરક્ષામાં તૈનાત કરાયા છે.
450 જેટલા ગેરકાયદે મકાન જમીનદોસ્ત કરાયા
દબાણ દૂર કરવાની કામગીરીમાં 5 જેસીબી, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી મળી 14 વિશાળ મશીનરીનો ઉપયોગ કરાયા છે.આ ઉપરાંત 150 જેટલા શ્રમિક દબાણ હટાવવાની કામગીરીમાં જોતરાયા છે. દબાણ હટાવ્યા બાદ કુલ 15 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી થશે. આ જગ્યમાં મનપા લાઇબ્રેરી ગાર્ડન, વોર્ડ ઓફિસ, જિમ સહિતની સુવિધાઓ ઉભી કરશે. બાપુનગરના અકબરનગરના છાપરામાં અગાઉ 2014માં મનપાએ સરવે કર્યો હતો. આ વિસ્તારમાં અગાઉ ગુનેગારોના મકાનો જમીનદોસ્ત કરાયા હતા. હવે તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
