Gujarati Video : Rajkotમાં ગેરકાયદે કફ સીરપનું વેચાણ કરતા યુવકની ધરપકડ, લાખો રુપિયાની દવા જપ્ત

TV9 GUJARATI

|

Updated on: Mar 15, 2023 | 1:23 PM

રાજકોટમાં (Rajkot) ગેરકાયદે કફ સીરપનું વેચાણ કરતા યુવકને SOGએ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે રાજકોટના રૈયારોડ પર આવેલા અમૃત પાર્કમાં SOGએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.

ગુજરાતમાં દારુ અને ડ્રગ્સની સાથે સાથે હવે નશાકારક દવાઓનું સેવન પણ વધતુ જઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. ખાસ કરીને જે દવાઓમાં નશાનુ પ્રમાણ વધારે છે. તેવી દવાઓનું ગેરકાયદે વેચાણ અને નશા માટે ઉપયોગ વધતા રાજકોટ SOGએ કાર્યવાહી હાથ ધરી હતી. SOGએ આવા ગેરકાયદે કફ સીરપનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જે કર્યો છે.

આ પણ વાંચો-Breaking News : રાજકોટમાં જુગારના કેસમાં પકડાયેલા એક વ્યક્તિનું મોત, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

લાખો રુપિયાના કફ સીરપનો જથ્થો જપ્ત

રાજકોટમાં ગેરકાયદે કફ સીરપનું વેચાણ કરતા યુવકને SOGએ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે રાજકોટના રૈયારોડ પર આવેલા અમૃત પાર્કમાં SOGએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. SOGએ રેડ કરી 23 લાખ રૂપિયાનો કફ સીરપનો જથ્થો જપ્ત કરી લીધો છે. સાથે જ મિતેશપરી ગોસાઈ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક પૂછપરછમાં થયો મોટો ખુલાસો

આરોપી પાસેથી 13 હજાર 338 કફ સીરપની બોટલો મળી આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી મિતેશ આદિપુરના સમીર ગોસ્વામી પાસેથી કફ સીરપ લાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati