Anand News : ખંભાતના આરી પાવર હાઉસ નજીક મકાન ધરાશાયી, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ખંભાતના આરી પાવર હાઉસ પાસે આવેલા જર્જરીત મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. ખંભાતમાં ભારે વરસાદને કારણે અન્ય કાચા - પાક મકાનોને ભારે નુકસાન થયુ છે.
Anand News : ગુજરાતમાં ફરી એક વાર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ખંભાતના આરી પાવર હાઉસ પાસે આવેલા જર્જરીત મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. ખંભાતમાં ભારે વરસાદને કારણે અન્ય કાચા – પાક મકાનોને ભારે નુકસાન થયુ છે. એકાએક જર્જરીત મકાન ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
વેજલપુરના મધુરમ ફ્લેટમાં વહેલી સવારે દુર્ઘટના !
બીજી તરફ અમદાવાદના વેજલપુરના મધુરમ ફ્લેટમાં વહેલી સવારે G બ્લોકમાં દાદરનો ભાગ ધરાશાયી થયો છે. કોલ મળતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. બ્લોકમાંથી 26 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સતર્કતાના ભાગરૂપે વીજ પ્રવાહ અને ગેસ પ્રવાહ બંધ કરાયો હતો.
Latest Videos