Breaking News : કચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રેલરનું કન્ટેનર એક્ટિવા પર પડતા 3નાં મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. ત્યારે ફરી એક વાર રફતારનો કહેર જોવા મળ્યો છે. કચ્છના મુન્દ્ર-ખેડોઈ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરનું કન્ટેનર એક્ટીવા પર પડતા 3 લોકોના મોત નિપજ્યાં છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. ત્યારે ફરી એક વાર રફતારનો કહેર જોવા મળ્યો છે. કચ્છના મુન્દ્ર-ખેડોઈ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરનું કન્ટેનર એક્ટીવા પર પડતા 3 લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માત સર્જાતા સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને સારવાર માટે 108ને બોલાવવામાં આવી હતી. પરંતુ સારવાર અર્થે ખસેડે તે પહેલા જ 3 લોકોના મોત નિપજ્યાં છે. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતમાં 3 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે આ ભયાનક અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો. ત્યારે બાદ તમામ મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
