Gir Somnath : ગીરસોમનાથ જિલ્લાના વેરાવળના જાણીતા તબીબ અતુલ ચગ આપઘાત કેસમા આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે અતુલ ચગના પરિવારજનોએ હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ નોંધવા અંગે દાદ માગી છે. ત્યારે આજે હાઈકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે આપઘાત બાદ પરિવારજનોને મોટો પુરાવો હાથ લાગ્યો છે. જેમા આર્થિક વ્યવહારોની તપાસ કરી રહેલા પરિવારજનોને કોરા ચેક મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તબીબે આપઘત કરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં કથિત નામ નારણભાઈએ આપેલા કોરા ચેક મળી આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે પરિવારે આર્થિક વ્યવહારોની ભાળ મેળવવા માટે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી. જે બાદ પોલીસને પુરાવા આપી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ એક મહિન બાદ પણ પોલીસે ફરિયાદ નોંધી નથી.
આ કેસમાં પોલીસ સામે પણ શંકાની સોય ઉઠી છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ અને તેના પિતા સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી છે. સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે, છતાં પોલીસ કેમ ફરિયાદ નથી લેતી તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે. એકતરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે પોલીસ ગુનામાં કોઈને છોડશે નહીં તેવી વાત કરે છે. તો બીજી તરફ તબીબ અતુલ ચગના પરિવારને ન્યાય ક્યારે મળશે તેવુ પણ તેમણે કહ્યુ હતુ.