Gujarati Video : ગીરસોમનાથના તબીબ અતુલ ચગ આત્મહત્યા કેસમાં હજુ સુધી ફરિયાદ ન નોંધાતા પરિવારજનોએ હાઈકોર્ટમાં માગી દાદ

Ahmedabad: ગીરસોમનાથના તબીબ અતુલ ચગ આત્મહત્યા કેસમાં હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા પરિવારજનોએ હાઈકોર્ટમાં ધા નાખી છે અને અને ન્યાય માટે અરજી કરી છે. આ કેસમાં સોમવારે સુનાવણી હાથ ધરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 1:44 PM

ગીરસોમનાથના જાણીતા તબીબ અતુલ ચગ આત્મહત્યા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબના આત્મહત્યા કેસમાં ન્યાય માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ પરિવારજનોની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડૉ અતુલ ચગની આત્મહત્યાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે અને ઠેર ઠેર આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ

આ કેસમાં પોલીસ સામે પણ શંકાની સોય ઉઠી છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ અને તેના પિતા સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી છે. સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે, છતાં પોલીસ કેમ ફરિયાદ નથી લેતી તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે. એકતરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે પોલીસ ગુનામાં કોઈને છોડશે નહીં તેવી વાત કરે છે. તો બીજી તરફ તબીબ અતુલ ચગના પરિવારને ન્યાય ક્યારે મળશે તેવુ પણ તેમણે કહ્યુ હતુ.

આ પણ વાંચો: Gujarati Video: ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસના સુરતમાં પડઘા, લોહાણા સમાજના વિવિધ સંગઠનોએ રેલી યોજી કડક કાર્યવાહીની કરી માગ

અતુલ ચગના ચકચારી આપઘાત કેસમાં પરિવારજનોને મોટો પુરાવો હાથ લાગ્યો છે. જેમા આર્થિક વ્યવહારોની તપાસ કરી રહેલા પરિવારજનોને કોરા ચેક મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તબીબે આપઘત કરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં કથિત નામવાળા વ્યવક્ત, નારણભાઈએ આપેલા કોરા ચેક મળી આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે પરિવારે આર્થિક વ્યવહારોની ભાળ મેળવવા માટે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">