AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar News : બ્રિજ દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર, દહેગામ-નરોડા બ્રિજ પર મોટા વાહનને પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ Video

Gandhinagar News : બ્રિજ દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર, દહેગામ-નરોડા બ્રિજ પર મોટા વાહનને પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2025 | 1:50 PM
Share

વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગાંધીનગરમાં પણ તંત્ર જાગ્યું છે. હવે દહેગામ-નરોડા બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાથી મોટા વાહનોની અવર-જવર પર બ્રેક લગાવી છે. વરસાદના કારણે દહેગામ-નરોડા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો.

વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગાંધીનગરમાં પણ તંત્ર જાગ્યું છે. હવે દહેગામ-નરોડા બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાથી મોટા વાહનોની અવર-જવર પર બ્રેક લગાવી છે. વરસાદના કારણે દહેગામ-નરોડા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો. હવે કલેકટરે બ્રિજ પર મોટા વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. વડોદરાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યાં છે. તેમજ હજુ પણ અનેક લોકો નદીના પાણીમાં હોવાની આશંકા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રને જોડતા બ્રિજની હાલત અતિ બિસ્માર

રાજ્યના અનેક બ્રિજની હાલત જર્જરિત બની છે. જેમાંથી એક છે સૌરાષ્ટ્રને જોડતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 પર બગોદરા ગામ પાસે આવેલો ભોગાવો બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે. 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો આ બ્રિજ 60 વર્ષથી વધુ જૂનો છે. જે હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. બ્રિજના સળિયા ખુલ્લા દેખાય છે અન પોપડા પડી રહ્યાં છે. 3 કિલોમીટરના બ્રિજ પર મસમોટા ખાડાઓ છે જેથી ટ્રાફિકજામ પણ થાય છે.

બીજી બાજુ નવા બ્રિજનુ ગોકળગતિએ કામ ચાલુ છે. છતાં તંત્રએ બ્રિજના સમારકામ અથવા નવીનીકરણ માટે કોઈ પગલાં ન લેતા. તંત્રની ઉદાસીનતા પ્રકાશમાં આવી છે. જોકે વડદોરા જેવી કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદારી કોની હશે તે એક મોટો પ્રશ્ન છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">